Gandhinagar News: ગાંધીનગર સિવિલમાં ભાવિ તબીબો ડીજેના તાલે ઝૂમ્યા હતા. તબીબી શાખાના વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં તે વાત મહત્ત્વની છે કે સરકારી સિવિલ હોસ્પિટલ સાઇલન્ટ ઝોનમાં આવે છે. નિયમો નેવે મૂકીને ભાવિ તબીબો ડીજેના તાલે ઝૂમ્યા હતા. તેના લીધે તબીબોની ડીજે પાર્ટી હાલમાં ગાંધીનગરમાં ચર્ચાનો વિષય બની છે. આ વાત સત્તાવાળાઓ સુધી પણ પહોંચી છે અને આગામી સમયમાં આ અંગે કોઈ નિર્ણય પણ લેવાઈ શકે છે.
વિદ્યાર્થીઓની મોડી રાત સુધીની DJ પાર્ટીના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. સિવિલ હોસ્પિટલએ સાયલન્ટ ઝોન ગણાય છે. આવા સ્થળે હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ છે. ત્યાં બિન્દાસ્તપણે ડીજે પાર્ટી યોજાઈ હતી. આ બતાવે છે કે દર્દીઓની તકલીફનો વિચાર કર્યા વગર પણ ડોક્ટરો કેવી રીતે બિન્દાસ્ત રહી શકે છે. આ પ્રકારની પાર્ટીનું કે કાર્યક્રમનું આયોજન કોઈ બંધ હોલમાં પણ થઈ શક્યું હોત, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. આમ ડોક્ટરોએ પોતે જ દર્દીઓનો વિચાર કર્યો નથી.
આ સમગ્ર ઈવેન્ટ અને DJ પાર્ટીની મંજૂરી અંગેની વિગતો પૂછતાં સિવિલ સુપ્રિટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ કહ્યું કે, મેડિકલ સ્ટુડન્ટ્સની પણ ત્રણ દિવસની કલ્ચરલ ઈવેન્ટ હતી. જેનું ઉદ્ઘાટન સીઈઓ સાહેબે કર્યું હતું. હું અત્યારે મીટિંગમાં છું, DJ પાર્ટી વિશે મેડિકલ કોલેજના ડીનને પૂછો, જેનાં પગલે મેડિકલ કોલેજના ડીન શોભનાબેન ગુપ્તાનો વારંવાર ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કારણસર તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.

આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બે નર્સો ACBના સકંજામાં, 4 લાખ લાંચ મામલે ગુનો દાખલ
આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાગી આગ,ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે
આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી , જાણો એવું તો શું થયું
