Navsari News : સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ નવસારીના ચિખલીમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે 21.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે ચિખલીમાં નેશનલ હાઈવે 48 પર ચિખલી ચાર રસ્તા પર પેટ્રોલ પંપ પાસે ટ્રક અટકાવીને તેમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે રૂ.11,52,960ની કિંમતનો દારૂ અને ટ્રક મળીને કુલ રૂ. 21,62,860 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે રાજસ્થાનના દેવેન્દ્રસિંહ ઉર્ફે મીની રમેશ તોમરની ધરપકડ કરી હતી. જ્યારે સુરત નવસારી હાઈવે પરની અલમાસ હોટેલ ખાતે દારૂ મંગાવનારા સંજય નામના શખ્સ સહિત ચાર શખ્સોની શોધ હાથ ધરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું
આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..
આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ
