Patan News: પાટણમાં રખડતા ઢોરની (Stray Cattle) સમસ્યાએ લોકોની હેરાનગતિમાં વધારો કર્યો છે. પાટણ નગરપાલિકાનો પશુવિભાગ રખડતા ઢોરને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયો છે. આ મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. તેના લીધે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરના મુખ્ય પ્રવેશદ્વાર એવા પ્રથમ રેલવે ચેનલ પરથી રખડતી ગાયોના ટોળા સાથે પસાર થતા રાહદારીઓ (Pedestrian)અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં રાત્રીના સમયે હાઇવે પર બેઠેલા ગાયો અને બળદોના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાટણ શહેરમાં દિવસેને દિવસે રખડતા પશુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. રખડતા ઢોર રસ્તા પર આવી જાય છે. પાટણ શહેરની રેલ્વે લાઇન પર રખડતા ઢોરના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. શહેરની પ્રથમ રેલ્વે ચેનલ અને કોલેજના અંડરબ્રિજ પર પણ રખડતા ઢોરનું અતિક્રમણ કરવામાં આવ્યું છે જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તાથી સિદ્ધપુર હાઇવે, કનસડા દરવાજાથી અનાવાડા રોડ, ગાયત્રી મંદિર રોડ સહિત શહેરના અનેક રસ્તાઓ છે. રાત્રીના સમયે રસ્તા પર બેઠેલા ઢોરના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ ઉપરાંત રાત્રીના સમયે રસ્તા પર આવા પશુઓને દૂરથી બેઠેલા વાહનચાલકો જોઈ શકતા નથી ત્યારે ભયંકર અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે. ત્યારે આવા ટ્રાફિકના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને નગરપાલિકા તંત્ર દ્વારા અંકુશમાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
આ પણ વાંચો: રસ્તા પર રખડતા ઢોરોની સમસ્યા, પાટણના ધારાસભ્ય કિરિટી પટેલ પોતે ઢોર પકડવા દોડ્યા
આ પણ વાંચો: રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટ બે અધિકારીઓને કરી ટકોર
આ પણ વાંચો: પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત્, વિદ્યાર્થીને ફંગોળ્યો
