Ahmedabad News/ અમદાવાદમાં પોલીસની ઓળખ આપી પરિવાર પર હુમલો

અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો (Attack) કરવામાં આવ્યો છે. અસારવા સિવિલની કેન્સર હોસ્પિટલના ગેટ સામે મારામારી થઈ હતી. બાદમાં આશાપુરા પાર્લર (Ashapura Parlour) માં કામ કરતા વેપારી અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

Gujarat Ahmedabad Others Breaking News

Ahmedabad News: અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો (Attack) કરવામાં આવ્યો છે. અસારવા સિવિલ (Asarva Civil) ની કેન્સર હોસ્પિટલ (Cancer Hospital)ના ગેટ સામે મારામારી થઈ હતી. બાદમાં આશાપુરા પાર્લર (Ashapura Parlour) માં કામ કરતા વેપારી અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસ તરીકે ઊભેલા 5-6 લોકોએ તેને લાકડીઓ અને પાઇપ વડે માર માર્યો હતો. પોલીસ તરીકે દેખાતા લોકોએ વૃદ્ધો અને મહિલાઓ પર પણ હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ચા પીવા બાબતે ઝઘડો થયો હોવાની આશંકા છે.

સિવિલ હોસ્પિટલની બહાર આશાપુરા પાન પાર્લર ધરાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કેતનસિંહ વિંહોલ સાથે આ બનાવ બન્યો હતો. જેમાં શનિવારે રાત્રે 10:30 વાગે તેઓનાં પાર્લર પર એક મહિલા દૂધ લેવા આવ્યા હતા. દૂધ લીધા પછી મહિલાએ થેલી માંગી હતી, પરંતુ વેપારી પાસે થેલી ન હોવાથી તેઓએ ના પાડતા મહિલાએ બોલાચાલી કરી હતી.

વનરાજ નામનાં પોલીસકર્મીને ફોન કરીને દુકાનદાર સાથે વાત કરાવતા તેણે પોતે  શાહીબાગ પોલીસમાં હોવાની ઓળખ આપી હતી. જે બાદ વેપારીએ સમજાવતા મહિલા ત્યાંથી જતા રહ્યા હતા.  જે ઘટનાનાં એકાદ કલાક બાદ દુકાનદાર કામથી બહાર ગયા હતા, ત્યારે તે જ મહિલા પોતાની સાથે બે યુવકોને લાવી અને એક સફેદ કલરની નંબર પ્લેટ વિનાની અને બ્લેક ફિલ્મ લાગેલી કારમાં 3 લોકો આવ્યા હતા. જે સમયે વેપારી દુકાનમાં હાજર ન હોય પાંચેય જણાએ ભેગા મળીને તેઓનાં ભાઈ અને માતા પિતાને માર માર્યો હતો.

તે સમયે દુકાનદાર કેતનસિંહ ત્યાં આવી જતા વચ્ચે પડી પોતાનાં પરિવારને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જે સમયે હુમલો કરનાર પાંચ શખ્સોમાંથી એક શખ્સે દુકાનમાં પડેલા ટેબલ વેપારી અને તેઓની માતાને માથા પર માર્યા હતા. જોકે આસપાસનાં લોકો એકઠા થતા મહિલા સહિત પાંચેય યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

જે બાદ દુકાનદારે પોલીસને બોલાવતા પોલીસ આવી હતી અને દુકાનદાર સાથે ઝધડો કરી પોલીસની ઓળખ આપનાર શખ્સોને બોલાવનારને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત દુકાનદારને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. દુકાનદાર કેતનસિંહ બિહોલને માથામાં પાંચ ટાંકા આવ્યા અને તેઓનાં પિતા અને ભાઈને બેઠો માર વાગ્યો છે, માતાને ટેબલ મારવામાં આવતા માથામાં 6 ટાંકા આવ્યા છે.

શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીડિત વેપારીએ જણાવ્યું કે તેઓ અમને હેરાન કરવા આવ્યા હતા, તેઓ અચાનક જ લાકડીઓ સાથે કારમાંથી ઉતરી આવ્યા હતા અને કોઈપણ વાતચીત કર્યા વિના અમારા પર હુમલો કર્યો હતો. લોકોનું ટોળું એકઠું થતાં તેઓ લાકડી છોડીને ત્યાંથી ભાગી ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોલકાતાની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં અમદાવાદમાં ડોક્ટર પર હુમલો

આ પણ વાંચો: અમદાવાદમાં વધી ગુનાખોરી, ઠગાઈ અને હુમલો થયાની ફરિયાદમાં થયો વધારો

આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડાં ફોડવા બાબતે પિતા-પુત્રની હત્યા, રામોલમાં 4 લોકોએ કર્યો હતો હુમલો