Mehsana News/ સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી

બુટલેગર વિજય રાવળએ આચારેલા દુષ્કર્મ કેસમાં પરિજનોએ પીડિતા પાસેથી જાણકારી મેળવ્યા બાદ માલુમ પડ્યું છે કે અન્ય લોકો પણ દુષ્કર્મમાં સંડોવાયેલા છે.

Top Stories Gujarat Others Breaking News

Mehsana News: ત્રણ દિવસ અગાઉ મહેસાણા નજીકના એક ગામમાં રહેતી અને સ્કૂલ માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.વિજય રાવળ નામના બુટલેગરે ત્રણ માસ અગાઉ ટ્યુશન જતી સગીરાનો પીછો કરી ગાડીમાં બેસાડી માર મારી ડરાવી-ધમકાવી ખેરવા નજીક ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું.

પરંતુ બુટલેગર વિજય રાવળએ આચારેલા દુષ્કર્મ કેસમાં પરિજનોએ પીડિતા પાસેથી જાણકારી મેળવ્યા બાદ માલુમ પડ્યું છે કે અન્ય લોકો પણ દુષ્કર્મમાં સંડોવાયેલા છે.આથી પરિજનોની સાથે કોંગ્રેસના રાજકીય આગેવાનોએ આજે મહેસાણા જિલ્લા પોલીસ વડાને દુષ્કર્મ કેસમાં રજુવાત કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાને દારૂ પીવડાવી દુષ્કર્મ આચયું હોવાની વિગત પ્રાપ્ત થઈ છે તો,બીજી તરફ રાજકીય આગેવાનોએ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાનૂની કાર્યવાહી થાય એવી માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભુજના મોટા કપાયામાં બે પરીણિત મહિલાઓ પર દુષ્કર્મ ગુજારાયું

આ પણ વાંચો:સુરતમા પાંચ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:અમરેલીના દુષ્કર્મના 5 આરોપીઓને આજીવન કેદની તો નંદાસણ કેસના આરોપીને 20 વર્ષની સજા