Indigo Airline: ફ્લાઈટ (Flight)માં વિલંબ, સ્ટાફ સાથે ગેરવર્તન, મુસાફરોને માહિતી ન આપવાને કારણે અનેક પ્રકારના વિવાદો થઈ રહ્યા છે. એરપોર્ટ પર અરાજકતાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. મુંબઈ એરપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુસાફરો ઈન્ડિગોના અધિકારી પર બૂમો પાડતા જોવા મળે છે.
વાયરલ વીડિયો (Viral Video)માં એરપોર્ટ પર પરેશાન મુસાફરો ઈન્ડિગોના કર્મચારીઓ (Indigo Staff) પાસેથી જવાબ માંગી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટને કોઈપણ પૂર્વ સૂચના વિના રદ કરવામાં આવી હતી અને જ્યારે તેઓ ફ્લાઈટ માટે પહોંચ્યા ત્યારે મુસાફરોને તેની જાણ કરવામાં આવી હતી. જેના કારણે ઘણા મુસાફરો ખૂબ ગુસ્સે થઈ ગયા અને સ્ટાફ પર બૂમો પાડવા લાગ્યા. જેનો વીડિયો વાયરલ થયો છે.
Hats off to this Air hostess for showing calmness in face of aggressive behaviour.
— Rishi Bagree (@rishibagree) September 29, 2024
મુસાફરો સ્ટાફ પર ખરાબ રીતે બૂમો પાડવા લાગ્યો. એક મુસાફરે ગુસ્સામાં મહિલા સ્ટાફને કહ્યું કે તમે માત્ર માથું હલાવી રહ્યા છો પણ કંઈ કરતા નથી. તે જોર જોરથી વાત કરી રહ્યો હતો અને સ્ટાફ સામે આંગળી ચીંધી રહ્યો હતો. કેટલીક મહિલાઓ સ્ટાફ સામે રોષ વ્યક્ત કરતી પણ જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા (Social Media) પર લોકો ઈન્ડિગો મહિલા સ્ટાફની સહનશીલતાના વખાણ કરી રહ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો એરલાઈન્સ દ્વારા દાખવવામાં આવી રહેલી બેદરકારીને લઈને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ મુસાફરોને કેમ લાગે છે કે સ્ટાફ પર બૂમો પાડવાથી પરિસ્થિતિ બદલાઈ જશે. બીજાએ લખ્યું કે તેમને સમજાવો કે આ રીતે કોઈ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ સ્ટાફે જે રીતે સહનશીલતા દર્શાવી છે તેની ખરેખર પ્રશંસા થવી જોઈએ. એકે લખ્યું કે કેટલાક લોકો એવું વિચારે છે કે જો તેઓ બૂમો પાડવા લાગે તો તેની વધુ અસર થશે. એકે લખ્યું કે સ્ટાફની બેદરકારી પણ ઓછી નથી અને મુસાફરોને ઘણી હેરાનગતિ થઈ રહી છે. જો ફ્લાઇટ રદ કરવામાં આવી હોય, તો ઓછામાં ઓછા લોકોને તેના વિશે જાણ કરવી જોઈએ.
આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થતા ઇન્ડિગો એરલાઈન્સ અને મુંબઈ એરપોર્ટને મળી નોટિસ
આ પણ વાંચો: આ એરલાઈન 1000 મહિલા પાઈલટની કરશે નિમણૂંક
આ પણ વાંચો: ઈન્ડિગો એક લાખ કરોડના માર્કેટ કેપવાળી ભારતની પ્રથમ એરલાઈન બની
