US Visa/ ભારતીયોના અમેરિકન ડ્રીમને યુએસે મારી મંજૂરીની મ્હોર, અઢી લાખ વિઝા એપોઇન્ટમેન્ટની જાહેરાત

કેનેડા (Canada) એકબાજુએ ભારતીયો માટે દરવાજા બંધ કરી રહ્યું છે તો અમેરિકા (US) ભારતીયો માટે દરવાજા વધુને વધુ ખોલી રહ્યુ છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીયોનો લોભાવવાની તક ઝડપતા હોય તેમ અમેરિકાએ ભારતીયોને લગતી કરેલી મોટી જાહેરાતથી આગામી ચૂંટણીમાં ભારતીયોનો ઝોક વર્તમાન સરકાર તરફ વળી શકે છે.

India Breaking News

નવી દિલ્હીઃ  કેનેડા (Canada) એકબાજુએ ભારતીયો માટે દરવાજા બંધ કરી રહ્યું છે તો અમેરિકા (US) ભારતીયો માટે દરવાજા વધુને વધુ ખોલી રહ્યુ છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીયોનો લોભાવવાની તક ઝડપતા હોય તેમ અમેરિકાએ ભારતીયોને લગતી કરેલી મોટી જાહેરાતથી આગામી ચૂંટણીમાં ભારતીયોનો ઝોક વર્તમાન સરકાર તરફ વળી શકે છે.

અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ભારતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની 2,50,000 વિઝા (Visa) અપોઇન્ટમેન્ટ જાહેર કરી છે, જેનો લાભ ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને વિદ્યાર્થીઓ લઈ શકશે.

અમેરિકન એમ્બેસીના (US Embassy) જણાવ્યાનુસાર આ જાહેરાતથી અમેરિકા જવા માગતા હજારો ભારતીય અરજદારોને સમયસર ઈન્ટરવ્યૂ, મુસાફરીની સુવિધાઓ મળી શકશે. જેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની શકશે. અમેરિકાની એેમ્બેસીએ જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે અમારી પાસે 10 લાખ જેટલી નોન ઈમિગ્રન્ટ વિઝા અરજીઓ આવી હતી. અમારો ધ્યેય પરિવારોને એકજૂટ કરવાનો, વેપારને વધારવાનો અને ટુરિઝમ વધારવાનો છે.

અમેરિકા એકબાજુ ચીનથી આવનારાઓ પર વધુને વધુ લગામ કસી રહ્યું છે તો બીજી બાજુએ ભારતીયોને તે છૂટા હાથે વિઝા આપી રહ્યું છે. અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલી અઢી લાખ વિઝા એપોઇન્ટમેન્ટમાં ભારતીયોનો સિંહફાળો હોવાનું માનવામાં આવે છે. આ બતાવે છે કે યુક્રેન રશિયા યુદ્ધ જેવા વિપરીત વાતાવરણમાં પણ ભારત રશિયાને નુકસાન પહોંચાડ્યા વગર અમેરિકા સાથેના સંબંધોમાં સંતુલન જાળવવામાં સફળ રહ્યું છે.

આના પગલે ભારતીય ટુરિસ્ટથી લઈને સ્કિલ્ડ વર્કર અને વિદ્યાર્થીઓને ઘીકેળા થઈ જશે તેમ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કેનેડાએ ચાલુ વર્ષે ભારતીયોના વિઝામાં 35 ટકા કાપ મૂક્યો છે ત્યારે અમેરિકાએ કરેલો વધારો ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓ માટે આશીર્વાદરૂપ નીવડી શકે તેમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકાના વિઝાને નામે 10 લાખ રૂપિયાની છેતરપિંડી

આ પણ વાંચો: અમેરિકાએ ભારતીયોને આપી મોટી ભેટ,ડિસેમ્બરથી શરૂ થશે વર્કિંગ વિઝા રિન્યુઅલ પ્રોગ્રામ

આ પણ વાંચો: અમેરિકા જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશ ખબર, ‘પેપરલેસ’ થશે અમેરિકી વિઝા