Surat News : વિઝાને નામે છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતમાં અમેરિકાના વિઝા અપાવવાની લાલચ આપીને 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાંપોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સુરતમાં રહેતા એક વેપારીએ તેની પત્નીના સ્પોન્સર વિઝા કઢાવવા માટે ખેડાના કાર્તિક પારેખનો સંપર્ક સાધ્યો હતો.
કાર્તિક પારેખે વેપારીને વિઝા અપાવવાની લાલચ આપીને તેની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 10 લાખ પડાવ્યા હતા. પરંતુ વિઝા આપવાના સમયે જ ગઠિયો કાર્તિક પારેશ ગાયબ થઈગયો હતો. જેને પગલે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વેપારીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી. બાદમાં આરોપી કાર્તિક પારેખની ધરપકડ કરી હતી.
કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ચિત્રકુટ સોસાયટીમાં રહેતા અને મસાલાનો વેપાર કરતા યશ અજીતકુમાર પટેલ ગત તા 22 જુનના રોજ પરિવાર સાથે કતારગામ ગજેરા સ્કુલની બાજુમાં ઉમા રેસીડેન્સીમાં રહેતા તેમના માસીના ઘરે ગયા હતા. ત્યાં ઓળખીતા હર્ષાબેન સાથે અન્ય એક મહિલા અને બે પુરુષો પણ હતા. જેમાં મહિલા તેમની બહેન રેખા અને તેનો પતિ વિનોદ જયારે અન્ય અજાણ્યો કાર્તિકકુમાર હોવાનું જણાવ્યું હતું. વિનોદ અમેરિકામાં મોટે્લ, કસિનો, બાર્બરની શોપ ચલાવે છે. જ્યારે કાર્તિકે તેની પત્નીના નામે અમેરિકા મોલ ચાલુ કરવાનો છે. જેમાં કામ કરવા માટે માણસોની જરૂર છે. જો તમને તેમાં રસ હોય તો હું તેમને અમેરિકા લઈ જઈશ હોવાની વાત કરી હતી. ત્યાર બાદ કાર્તિકએ 26 જુનના રોજ ફોન કરી સુરતમાં કોઈ સારી હોટલમાં રૂમ બુક કરાવો છે તો કઈ હોટલ સારી પડશે હોવાનું કહેતા યશે હોટલ મેરિયોટ જણાવતા તેણે 26 જુનના રોજ હોટલમાં મળવાની વાત કરી હતી.
યશ તેમના પરિવાર સાથે હોટલમાં મળવા માટે ગયા હતા. ત્યાં હર્ષા, તેનો દીકરો, બનેવી વિનોદ સહિતના લોકો હતા. ત્યાં યશ અમેરિકા જવાની વાત કરી હતી. ત્યાંથી યશના ઘરે ગયા હતા ત્યાં અમેરિકાના સ્પોન્સર વિઝા માટે યશ અને તેની પત્ની પ્રિતીબેનના ડોક્યુમેન્ટ, પાસપોર્ટ અને 10 લાખ લીધા હતા. જેતે વખતે કાર્તિકે 21 જુલાઈના રોજ પુનમના રોજ તેના ગાંધીનગરના નવા મકાનું વાસ્તુ રાખ્યું હોવાનું નિમંત્રણ કાર્ડ આપ્યું હતું. પરંતુ તે દિવસે યશ પરિવાર સાથે રાજકોટમાં ગુરુપુર્ણિમાં જવાનું હોવાથી ના પાડી હતી. 19 જુલાઈના રોજ ફરી ફોન કરી પોતે વાસ્તુમાં આવવાના નથી. પરંતુ નિરાંત અને વિરાજને મોકલવાની વાત કરતા કાર્તિકે તેના કુંટુંબમાં મરણ થયુ હોવાથી વાસ્તુનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું કહેતા શંકા ગઈ હતી અને 21 જુલાઈના રોજ યશ રાજકોટથી અને વિરાજ સુરતથી ગાંધીનગર ગયા હતા. ત્યાં નિમંત્રણ કાર્ડમાં આપેલા સરનામે તપાસ કરતા કોઈ મકાન ન હોવાનું બહાર આવતા ચોકી ઉઠ્યા હતા. કાર્તિકકુમારે અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવાને બહાને 10 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.જેના આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આમ પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારી છેતરપિંડીનો શિકાર બન્યો હતો. આરોપી કાર્તિક પારેખે આ પ્રકારે વિઝા અપાવવાને બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શંકાને આધારે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ
આ પણ વાંચો: જ્વેલિન થ્રોઅર વિજેતા નીરજ ચોપરાનો પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પ્રવેશ
