Uttar Pradesh News:/ મિર્ઝાપુરમાં ભયંકર માર્ગ અકસ્માત, 10 મજૂરોના મોત, અન્યને ગંભીર ઈજા

તમામ મજૂરો ઔરાઈના તિવારી ગામમાંથી કાસ્ટિંગનું કામ કરીને વારાણસીમાં પોતાના

Top Stories India Breaking News

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મિર્ઝાપુરમાં (Mirzapur) એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો હતો. અહીં તેજ ગતિએ આવી રહેલા એક ટ્રકે મજૂરોથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 10 મજૂરોના (Labors) મોત થયા હતા. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલોને વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ભદોહીના મહારાજગંજ અને મિર્ઝાપુરની કટકા બોર્ડર પર થયો હતો.

મળતી માહિતી મુજબ ટ્રેક્ટરમાં કુલ 13 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મજૂરો ઔરાઈના તિવારી ગામમાંથી કાસ્ટિંગનું કામ કરીને વારાણસીમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ 10 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ગ્રામજનોએ હાઈવે બ્લોક કરી દીધો હતો. આ પછી વહીવટીતંત્ર દ્વારા રોષે ભરાયેલા લોકોને શાંત પાડવામાં આવ્યા હતા અને મોડી રાત્રે હાઈવે પરનો વાહનવ્યવહાર સુચારૂ થઈ શક્યો હતો.

UP Accident, Mirzapur Road Accident: 10 Labourers Killed In Truck And  Tractor Collision, 3 Injured

પોલીસે જણાવ્યું કે ભદોહીથી બનારસ જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલીને પાછળથી આવતી બસે ટક્કર મારી હતી. માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અગાઉ ગ્રામજનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રેક્ટર ચાલક કંઈ સમજે તે પહેલા જ અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ ટ્રોલીમાંથી કૂદીને રોડ પર પડ્યા હતા. તેમાંથી કેટલાક રસ્તા પાસેના ગટરમાં વહી ગયા હતા. રાહદારીઓની માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી રાહત અને બચાવ કાર્ય શરૂ થયું.

Mirzapur Road Accident : मिर्जापुर में दर्दनाक सड़क हादसा, 10 लोगों की मौत,  तीन गंभीर रूप से


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં બે માર્ગ અકસ્માતમાં છના મોત અને 18 ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃવડોદરામાં 14ના જીવ લેનારા હરણી બોટ અકસ્માતમાં પાંચેય આરોપીઓને જામીન

આ પણ વાંચોઃકાંકરેજમાં કારે પલ્ટી ખાતા અકસ્માતમાં એકનું મોત, 3 ઈજાગ્રસ્ત