Ahmedabad News/ CGSTના બે અધિકારી સહિત ત્રણ જણા સામે લાંચનો ગુનો દાખલ, એક આરોપી ઝડપાયો

બે અધિકારીના કહેવાથી સવા લાખ રૂપિયાની લાંચ લેતા આરોપી પકડાયો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : CGSTના સુપરિટેન્ડન્ટ ઓફ સેન્ટ્રલ ટેક્ષમાં ફરજ બજાવતા બે અધિકારીના કહેવાથી ફરિયાદી પાસેથી સવા લાખ રૂપિયાની લાંચ લેતા તેમનો મળતીયો ઝડપાઈ ગયો હતો.આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી અને તેમના ભાઈ સોના ચાંદીની પેઢી ચલાવે છે. આ પેઢીના પેઢીના જુલાઇ-૨૦૧૭ થી માર્ચ-૨૦૨૩ ના નાંણાકીય વર્ષના હિસાબનું ઓડીટ હાથ ધરવા બાબતે આરોપી-૧ નાએ નોટીસ આપેલ જે અન્વયે આરોપી-૨ નાઓએ ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરી હતી. જેમાં ઓડિટને લગતા જરૂરી કાગળો સાથે તેમની કચેરીએ બોલાવ્યા હતા.

આથી ફરિયાદી આ કાગળો સાથે અમદાવાદ CGST ઓડિટ, સુપરિટેન્ડ્ન્ટ ઓફ સેલટેક્સમાં ફરજ બજાવતા મોહંમદ આર.શેખ અને CGST ઈન્સ્પેક્ટર કુલદીપ એમ.કુશવાહને મળ્યા હતા. જેમાં અધિકારીઓએ ફરીયાદીને તેમની પેઢીના વર્ષ-૨૦૧૯-૨૦ ના હિસાબોમાં ક્ષતિ કાઢી દંડ પેટે રૂપિયા પાત્રીસ લાખ ચલણ સાથે ભરવા પાત્ર થાય છે તેમ જણાવ્યું હતું.જેથી ફરીયાદીએ ક્ષતિ અંગેની વિગતો પોતાની તથા તેમના વકીલને મોકલી આપવા જણાવેલ જે વેરીફાઇ કરી બન્ને આરોપીએ તેઓને અંદાજિત રૂ. ૨૭,૦૦૦/- ચલણ ભરાવેલ અને આ દંડ ઓછો વસુલ કરવા પેટે રૂ.૧,૨૫,૦૦૦/- ની રકમ ની લાંચ ની માંગણી કરેલ.

જે લાંચની રકમ ફરીયાદીઆપવા માંગતા ના હોય, એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે સીજી રોડ પર ઈસ્કોન આર્કેડ પાસે શ્રી અંબિકા ટચના શોરૂમમાં લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન મોહંમદ શેખના કહેવાથી ખાનગી નાગરિક ભૌમિક ભરતભાઈ સોનીએ ઉપરોક્ત સ્થળ પર લાંચનાં નાણાં સ્વીકારી ઝડપાઈ ગયો હતો. આમ આરોપી મોહંમદ રિઝનાવ શેખ અમે કુલદીપ કુસવાહે પોતાના મેળાપીપણા માં પોતાના હોદ્દોનો દુર ઉપયોગ કરતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પોર્ટ્સ બાઈકોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે શખ્સ ઝડપાયા

આ પણ વાંચો: અમદાવાદમાં પંખા અને મોબાઇલની ચોરી કરનારા ઘરફોડ ચોરોને પોલીસે પકડ્યા

આ પણ વાંચો: અમદાવાદમાં ઝવેરીની દુકાનમાંથી 14 લાખ રૂપિયાના ઝવેરાતની ચોરી