Ahmedabad News : અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારમાં સ્પોર્ટસ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે શખ્સો તથા એક કિશોરને પોલીસે ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે આ કેસમાં રાજસ્થાનના આશિષ ઉર્ફે આસુ ડી. ફેરા(મીણા) અને સુનિલ ઉર્ફે કાલુ એમ કોટેડ(મીણા)ની ધરપકડ કરી હતી. અન્ય એક સગીરને પણ પોલીસે ઝડપી લીધો હતો. આરોપીઓએ અમદાવાદના ચાંદખેડા અને ગાંધીનગરના સેક્ટર 7 માંથી રૂ. 6,30,000 ની કિંમતના પાંચ સ્પોર્ટસ બાઈકની ચોરી કરી હતી. આ તમામ બાઈક પોલીસે કબજે કર્યા હતા.
આરોપીઓ વિરૂધ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના તથા ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં બે એમ કુલ પાંચ ગુના નોંધાયેલા હતા. જ્યારે સગીર વિરૂધ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં બે તથા સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તે સિવાય તેની સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયેલો હતો. ઉપરાંત રાજસ્થાનના ખેરવાડા પોલીસે પોક્સો વીથ બળાત્કારના ગુનામાં પકડ્યો હતો.
આ પણ વાંચો:‘બોલ મારી અંબે’ના નાદથી ગુંજ્યું અંબાજી મંદિર, ભાદરવી પૂનમના મેળાનો આજથી આરંભ
આ પણ વાંચો:યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં
આ પણ વાંચો:અંબાજીમાં ભાદરવી પૂનમે આવતાં યાત્રાળુઓ મળશે વીમાકવચ
