Banaskantha/ ‘બોલ મારી અંબે’ના નાદથી ગુંજ્યું અંબાજી મંદિર, ભાદરવી પૂનમના મેળાનો આજથી આરંભ

બનાસકાંઠાના દાતામાં આવેલ પ્રખ્યાત અંબાજી મંદિરમાં આજથી માનવ મહેરામણ ઉમટશે. અંબાજીમાં  આજથી ભાદરવી પૂનમનો મેળોનો આરંભ થયો.

Top Stories Gujarat Others

Banaskantha News: બનાસકાંઠાના દાતામાં આવેલ પ્રખ્યાત અંબાજી મંદિરમાં આજથી માનવ મહેરામણ ઉમટશે. અંબાજીમાં  આજથી ભાદરવી પૂનમનો મેળોનો આરંભ થયો. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી. મંદિર બોલ મારી અંબેના નાદથી ગુંજ્યું. રાજ્યમાં અનેક સ્થાનો પરથી માઈભક્તો જગત જનની માં અંબાના દર્શનનો લાભ લેશે.

Ambaji Bhadarvi Poonam Maha Melo 2024 starts at Today inaugurated by Jilla Collector Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત

રાજ્યમાં અનેક માર્ગો પર ભક્ત મંડળો ધજા સાથે માં અંબાના રથ રસ્તાઓ ઉપર નાચતે ગાતે મંદિર પંહોચશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લોકો પગપાળા જતા હોય છે તેમજ અનેક સંઘ પણ આ દિવસોમાં પગપાળા ચાલી અંબાજીમાં માતાના દર્શન કરવાની કામના રાખે છે.

રાજ્યમાં દરવર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમે મેળાનું આયોજન થાય છે. આ મેળામાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દર્શનનો લાભ લેતા હોય છે. આજે 12 સપ્ટેમ્બરથી શરૂ થતો ભાદરવી પૂનમનો મેળો 18 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. આ મેળામાં અંદાજે 30 લાખ જેટલા યાત્રાળુઓ ભાગ લે તેવી સંભાવના છે. યાત્રાળુઓની સુવિધાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાદરવી પૂનમના મેળામાં સુવિધા અંગેની માહિતી જોઈએ છે?: તો બસ આ ક્યૂઆર કૉડ  સ્કેન કરો - મુંબઈ સમાચાર

સુરતમાં ગણેશ પંડાલ પર બનેલ બનાવ બાદ પોલીસ વધુ સર્તક બનતા અંબાજીના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો છે. 5 હજાર કરતા વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત કરવા સાથે નાનામાં નાની બાબતનું પણ ધ્યાન રહે માટે 350થી વધુ કેમેરાથી સમગ્ર મહામેળાનું મૉનિટરિંગ કરાશે. આ ઉપરાંત આ મેળામાં યાત્રાળુઓ માટે દર્શન, પાર્કિંગ અને પ્રસાદને લઈને વિશેષ સુવિધા આપવામાં આવશે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્રની તૈયારી, સચિવ રાજેન્દ્રકુમારે  અધિકારીઓ સાથે અંબાજીમાં બેઠક યોજી - Bhadravi Poonam mela 2024

અંબાજીમાં 26 સમિતિઓ ઉપરાંત દર્શન ભોજન અને પાર્કિંગની વિશેષ સુવિધાઓ ઉભી કરાઇ છે. ભક્તો માટે 3.25 લાખ કિલો મોહનથાળ પ્રસાદ બનાવવાનું પણ આયોજન છે. બપોરે એક કલાક અને સાંજે બે કલાક સિવાય સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે.

યાત્રાળુઓ જાણો મંદિરના આરતીનો સમય
સવારે : ૦૬.૦૦ થી ૦૬.૩૦
સવારે : ૦૬.૦૦ થી ૧૧.૩૦
દર્શન બંધ : ૧૧.૩૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે : ૧૨.૩૦ થી ૧૭.૦૦
દર્શન બંધ : ૧૭.૦૦ થી ૧૯.૦૦
સાંજે : ૧૯.૦૦ થી ૧૯.૩૦
સાંજે : ૧૯.૦૦ થી ૨૪.૦૦
દર્શન બંધ : ૨૪.૦૦ થી ૦૬.૦૦

તીર્થયાત્રા સુવિધા માર્ગદર્શિકા

ભાદરવી પૂનમના મેળા અંગે ‘તીર્થયાત્રા સુવિધા માર્ગદર્શિકા’ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં મેળાનું સમગ્ર સ્થળ, બસોની રૂટ મુજબની વ્યવસ્થા, દાન માટેની ઓનલાઈન સુવિધા, રાહદારીઓ માટેના સૂચનો, દર્શનની વ્યવસ્થા, આરોગ્ય સંબંધિત સેવાઓ, સલામતીની માહિતી, શૌચાલય, શૌચાલય, ફૂટવેર સેન્ટર તેમજ સમગ્રની વર્ચ્યુઅલ રિયાલિટીનો સમાવેશ થાય છે. વિઝ્યુઅલ સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવી છે. જેના થકી યાત્રિકો મેળાની વ્યવસ્થા કોઈપણ પરેશાની વિના માણી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી

આ પણ વાંચો: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં

આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમે આવતાં યાત્રાળુઓ મળશે વીમાકવચ