Ahmedabad-Flyover/ અમદાવાદમાં પાંજરાપોળ ખાતે ફોર લેનનો ઓવરબ્રિજ બનશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પ્રાઇમ ઝોનમાં પાંજરાપોળ જંકશન ખાતે લગભગ 74 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે. આંબાવાડીથી આઇઆઇએમ વસ્ત્રાપુર તરફ જતાં રોડ પર તૈયાર થનારા પાંજરાપોળ ફ્લાયઓવરની લંબાઈ 652 મીટર અને પહોળાઈ 17 મીટર રાખવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પ્રાઇમ ઝોનમાં પાંજરાપોળ જંકશન ખાતે લગભગ 74 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે. આંબાવાડીથી આઇઆઇએમ વસ્ત્રાપુર તરફ જતાં રોડ પર તૈયાર થનારા પાંજરાપોળ ફ્લાયઓવરની લંબાઈ 652 મીટર અને પહોળાઈ 17 મીટર રાખવામાં આવશે.

આ ફ્લાયઓવર એક વખત કામગીરી સોંપવામાં આવ્યા બાદ બે વર્ષમાં બનશે. હાલમાં તો તેનું કામ ડિસેમ્બરથી જાન્યુઆરીમાં શરૂ થાય તેમ માનવામાં આવે છે. ફ્લાયઓવર બનવાના પગલે દોઢ લાખ વાહનચાલકોને રાહત થશે, પણ તેની સાથે બે વર્ષ સુધી કામ ચાલશે ત્યારે તેટલી હાલાકી પણ ભોગવવી પડશે. બ્રિજ પન્યા પછી આંબાવાડીથી આવતા વાહનો વસ્ત્રાપુર તરફ ઝડપથી જઈ શકશે. તેની સાથે નેહરુનગરથી ગુરાત યુનિવર્સિટીથી આવતા વાહનોને પણ અવરજવર કરવામાં સરળતા રહેશે.

આ ફ્લાય ઓવરમાં 40 મીટરની લંબાઈના ઓબ્લિગેટરી સ્પાનમાં સ્ટીલકમ્પોઝિટ ગર્ડ ટાઇન સુપર સ્ટ્રકચરનો સમાવેશ કરવામાં આવશે અને વ્હીકલની મૂવમેન્ટમાં સરળતા રહે તે હેતુસર બે સ્પાન ખાતે વન ડેક કન્ટિન્યુઇટી એક્સપાન્સન જોઇન્ટનો સમાવેશ કરી શકાશે. એએમસી દરેક ટ્રાફિક જંકશનનો સરવે કરીને તેના પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવે છે.

આ વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને એએમસીએ આઇઆઇટી રામ પાસે આ અંગેનો સરવે કરાવ્યો હતો. નેહરુનગરથી એલડી કોલેજ તરફ રાત્રિના સમયમાં લગભગ એક કલાકમાં જ ત્રણ હજાર વાહન નોંધાયા હતા. આ ફ્લાયઓવર બ્રિજ શહેરના પાંજરાપોળ બ્રિજ નેહરુનગર, વસ્ત્રાપુર, એલડી કોલેજ અને આંબાવાડી એમ ચાર એપ્રોચને જોડતો બ્રિજ બનશે.



 

આ પણ વાંચોઃ Congress Leader-Heart Attack/ અમદાવાદઃ કોંગ્રેસ યુવા નેતાનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચોઃ America/ ભારતીય મૂળના બે વૈજ્ઞાનિકો USના સર્વોચ્ચ વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત

આ પણ વાંચોઃ Navratri-Kalratri/ રાવણદહન પહેલા જ ગુજરાતમાં 36 લોકોનું હાર્ટએટેકથી ‘દહન’