Ambaji News/ અંબાજીમાં ભાદરવી પૂનમે આવશે લાખો માઈભક્તો, ST વિભાગે પણ કસી કમર

અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન ગુજરાત એસટી દ્વારા 5500 વધારાની બસો દોડાવવામાં આવશે, જેથી કોઈ પણ શ્રદ્ધાળુને અવરજવરમાં કોઈ અગવડતાનો સામનો કરવો ન પડે.

Gujarat Others Breaking News

Ambaji News: અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થયો છે અને લાખો અંબા ભક્તો દર્શન માટે ઉમટી પડશે. માતાના ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. હજારો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી આવે છે અને મોટી સંખ્યામાં લોકો પણ દર્શન માટે વાહનો દ્વારા આવે છે. જેને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન ગુજરાત એસટી દ્વારા 5500 વધારાની બસો દોડાવવામાં આવશે, જેથી કોઈ પણ શ્રદ્ધાળુને અવરજવરમાં કોઈ અગવડતાનો સામનો કરવો ન પડે. ગુજરાત એસટી રાજ્યના વિવિધ શહેરોમાંથી અંબાજી માટે વધારાની બસો દોડાવશે.

ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા શ્રદ્ધાળુઓની મુસાફરીની સુવિધા માટે 5500 વધારાની બસો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે ટેમ્પરરી પેસેન્જર શેડ, પીવાનું પાણી, એમ્બ્યુલન્સ, બેનર હોર્ડિંગ્સ, માઈક એનાઉન્સમેન્ટ જેવી સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે ભાદરવી પૂનમના મેળામાં જનારા માતા અંબાના ભક્તોની યાત્રા સરળ અને સફળ બનશે.

તમને જણાવી દઈએ કે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ચાલનારી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2024 આજથી શરૂ થઈ ગઈ છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના મિનિ કુંભની જેમ આ મહામેળાનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ મિહિર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘બોલ મારી અંબે’ના નાદથી ગુંજ્યું અંબાજી મંદિર, ભાદરવી પૂનમના મેળાનો આજથી આરંભ

આ પણ વાંચો:યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં

આ પણ વાંચો:અંબાજીમાં ભાદરવી પૂનમે આવતાં યાત્રાળુઓ મળશે વીમાકવચ