Gandhinagar News/ ગાંધીનગરના દહેગામમાં રાવણના 40 ફૂટ ઊંચા પૂતળાને વરસાદથી બચાવવા રેઇનકોટ પહેરાવાયો

રાવણ દહનને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે,જો કે બીજી તરફ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીની પણ કરી છે. ગઇકાલે કેટલાક શહેરોમાં વરસાદ વરસ્યો પણ હતો. ત્યારે ગાંધીનગરના દહેગામમાં આવેલા એક રાવણને વરસાદથી બચાવવા રેઇનકોટ પહેરાવવામાં આવ્યો છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: રાવણ દહનને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે,જો કે બીજી તરફ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીની પણ કરી છે. ગઇકાલે કેટલાક શહેરોમાં વરસાદ વરસ્યો પણ હતો. ત્યારે ગાંધીનગરના દહેગામમાં આવેલા એક રાવણને વરસાદથી બચાવવા રેઇનકોટ પહેરાવવામાં આવ્યો છે.

રામની સેનાએ વિજયદશમી (દશેરા)એ રાવણનો સંહાર કરેલો. આ સંદર્ભમાં દશેરાએ રાવણના પૂતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ. ગાંધીનગરના દહેગામમાં પણ આ વર્ષે 40 ફૂટ ઊંચુ રાવણનું પૂતળુ બનાવવામાં આવ્યુ છે. જો કે બીજી તરફ હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદ થવાની આગાહી કરી છે, ત્યારે 40 ફૂટના રાવણના પૂતળાને બચાવવા માટે આયોજકોએ તેને રેઇનકોટ પહેરાવ્યો છે.

મહત્વનું છે કે દહેગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઈસ્કૂલના મેદાનમાં રાવણદહનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. જો કે બીજી તરફ દશેરામાં પણ વરસાદનું વિઘ્ન આવી શકે તેમ છે. જેથી 40 ફૂટ ઉંચા પૂતળાને રેઈનકોટ પહેરાવવામાં આવ્યો છે.

રાજ્યમાં લગભગ દરેક સ્થળોએ દશેરા નિમિત્તે રાવણદહનની તૈયારી પૂરજોશથી ચાલી રહી છે અને તેનું સમી સાંજે દહન કરવામાં આવશે. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે પણ રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રાવણ દહનના કાર્યક્રમનો હિસ્સો બનશે તેમ માનવામાં આવે છે.  આ જ રીતે રાજ્યના 33 જિલ્લા અને અનેક તાલુકાઓમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેથી રાજ્યના દરેક વિધાનસભ્ય, સાંસદ અને કોર્પોરેટર આ કાર્યની સાથે જોડાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરના રૂપાલમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ નીકળી માતાજીની પલ્લી

આ પણ વાંચો: બે કિશોરીઓ ગાંધીનગરમાં ગરબાના ઠેકાણેથી ભાગીને સુરત જઈને પરત આવી

આ પણ વાંચો: ગાંધીનગર : ગરબા રમવા ગયેલી 2 સગીરા ગુમ