Gandhinagar News: રૂપાલ (Rupal) માં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી (Palli) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 12 કલાકે પરંપરાગત રીતે માતાજીની પાલખી નીકળી હતી. ત્રણ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ તેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને અંદાજે 12 કરોડથી પણ વધુ રકમનું ઘી ચઢ્યું હતું.
સદીઓ જૂની પરંપરા અનુસાર પલ્લીમાં ઘી ચઢાવવામાં આવ્યું છે. આ વર્ષે પણ પરગણાને કરોડો રૂપિયાથી વધુ કિંમતના ઘીથી પવિત્ર કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે આયોજીત પલ્લીમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.
આ શુભ પ્રસંગે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક રહ્યું હતું. રૂપાલ ગામમાં આયોજીત આ યાત્રામાં પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સીસીટીવીના આધારે ચાંપતી નજર રાખવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આયોજીત યાત્રામાં પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ યાત્રા સંદર્ભે રૂપાલ ગામમાં પોલીસ ટીમ દ્વારા 40 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ગ્રામ પંચાયત અને ગ્રામજનોની મદદથી અહીં 16 જેટલા કેમેરા રેકોર્ડીંગ માટે લગાવવામાં આવ્યા હતા જેથી ભક્તો પરગણાના જીવંત દર્શન કરી શકે. જ્યારે 8 LED સ્ક્રીનની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી હતી. તેની કામગીરી માટે ગ્રામ પંચાયત કચેરીમાં પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતા.
આ ઉપરાંત રૂપાલ ગામે પાલખી યાત્રા દરમિયાન વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા કરી હતી અને ભક્તો માટે ભોજન સમારંભ અને વિનામૂલ્યે નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી. પાંડવ કાળથી ચાલતી યાત્રાની વર્ષો જૂની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં યોજાય છે. અહીં લાખો લોકો દર્શન માટે આવે છે. આ યાત્રાનું આયોજન વર્ષ દરમિયાન માતાજીના નવલા નોરતાના નવમા નોરતા દરમિયાન કરવામાં આવે છે.
આ પાલખી યાત્રામાં ગુજરાતભરમાંથી તેમજ ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. પરંતુ યાત્રા દરમિયાન અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાનું ઘી એકત્ર કરી અભિષેક કરવામાં આવે છે. જ્યારે 3 લાખથી વધુ ભક્તો આવીને દર્શન કરે છે.
આ પણ વાંચો: ગાંધીનગરનાં રૂપાલમાં પલ્લીની પરંપરા રહી અતૂટ
આ પણ વાંચો: ગાંધીનગર : રૂપાલની પલ્લીમાં દર વર્ષે ચઢાવવામાં આવે છે લાખો કિલો શુદ્ધ ઘી
આ પણ વાંચો: ગાંધીનગર : નવરાત્રી પર્વ નિમિત્તે રુપાલ ગામના પલ્લી મહોત્સવની કેટલીક રસપ્રદ વાતો

