Justice Hema Committee/ જાતીય સતામણી મામલે અભિનેતા બાલાની ધરપકડ; પત્ની અને પુત્રીએ મૂક્યા ગંભીર આરોપ

થોડા દિવસો પહેલા એક્ટર બાલાની દીકરીએ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરીને તેના પિતા પર માનસિક અને શારીરિક

Entertainment Trending

Kerala News: હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Malayalam Film Industry) ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધી અનેક સેલિબ્રિટીઓ પર જાતીય સતામણીનો (Sexual Harassment) આરોપ લાગ્યો છે. હવે વધુ એક અભિનેતાની પોલીસે ધરપકડ કરી છે. મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા બાલાની (Actor Bala) આજે સવારે ધરપકડ કરવામાં આવી છે. તેમજ અભિનેતાના મેનેજર રાજેશ અને અનંત કૃષ્ણનની અટકાયત કરવામાં આવી છે.

https://www.facebook.com/watch/?v=1198938097840091

થોડા દિવસો પહેલા એક્ટર બાલાની દીકરીએ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરીને તેના પિતા પર માનસિક અને શારીરિક યાતનાનો આરોપ લગાવ્યો હતો, જેના પછી પોલીસે અભિનેતાની ધરપકડ કરી હતી. સ્ત્રીત્વનું અપમાન કરવા બદલ જેજે એક્ટ અને બિનજામીનપાત્ર કલમ ​​હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.

પૂર્વ પત્નીએ આરોપ મૂક્યો

સૂત્રો પ્રમાણે, થોડા સમય પહેલા મલયાલમ એક્ટર બાલા પર તેની પૂર્વ પત્ની અમૃતા સુરેશ દ્વારા ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અમૃતાએ કહ્યું કે તેના પતિની હિંસા અને મારપીટને કારણે તેને આંતરિક રક્તસ્રાવ થયો હતો, જેના માટે તેણે સતત સારવાર લેવી પડી હતી. તેને કહ્યું કે આ ઘટના પછી તે સતત આઘાતમાંથી પસાર થઈ રહી છે. બાલાના પૂર્વ ડ્રાઈવરે એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. ડ્રાઈવરે કહ્યું કે તેણે પોતે બાલાને અમૃતા સાથે ખરાબ વર્તન કરતા જોયા છે.

પુત્રીએ શારીરિક છેડતીનો આરોપ લગાવ્યો હતો

Actor Bala | Southlive

એક્ટર બાલાની પૂર્વ પત્ની વિરૂદ્ધ કેસ થયા બાદ પણ આ મામલો અહીં અટક્યો નથી. અભિનેતાની પુત્રીએ સોશિયલ મીડિયા પર શારીરિક શોષણનો આરોપ મૂકતી પોસ્ટ શેર કરી હતી. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે અભિનેતાએ ફેસબુક લાઈવ કર્યું અને તેના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. બાલાએ કહ્યું, ‘ઓછામાં ઓછું તમે મને તમારા પિતા તરીકે સ્વીકાર્યો. આ માટે તમારો આભાર. જોકે, અભિનેતાએ તેમની પુત્રી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

બાલાએ ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે, તેણે ક્યારેય તેની પુત્રીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી. તેણે કહ્યું હતું કે, ‘આ મારા જીવનનો સૌથી પીડાદાયક અનુભવ છે પરંતુ તેમ છતાં હું તમારી સાથે દલીલ નહીં કરું. જે પિતા તેની પુત્રી સાથે દલીલ કરે છે તે માણસ નથી.

 

View this post on Instagram

 

A post shared by Filmactor Bala (@actorbala)

હવે પોલીસે અભિનેતા બાલાની પૂર્વ પત્ની અને પુત્રીના આરોપો અને ફરિયાદ બાદ તેની ધરપકડ કરી છે. બાલા સિવાય તેના મેનેજર રાજેશ અને અનંત કૃષ્ણનને પણ કોચીમાં અભિનેતાના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા છે.

ટૂંક સમયમાં કોર્ટમાં હાજર થશે

બીજી તરફ કદવાંતરા પોલીસનું કહેવું છે કે તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, તાજેતરમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં 3 લોકોને શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યા હતા. ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે બાલાનું નામ આપવામાં આવ્યું છે. બીજો આરોપી મેનેજર રાજેશ છે અને ત્રીજો આરોપી ફિલ્મ ફેક્ટરીના સ્થાપક અનંત કૃષ્ણન છે.

I made a mistake 12 years ago, I did not listen even though my father told  me not to, and I still feel guilty about it' - CINEMA - CINE NEWS | Kerala  Kaumudi Online


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃજસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ બાદ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં ભૂકંપ, પ્રખ્યાત અભિનેત્રીનો ઘટસ્ફોટ

આ પણ વાંચોઃઅભિનેત્રીના યૌન શોષણ મામલે લોકપ્રિય ડાયરેક્ટર પર ગંભીર આરોપથી ખળભળાટ

આ પણ વાંચોઃસેક્સની માંગ, મહિલા કલાકારોના કોડ નામ; મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કાળું સત્ય સામે આવ્યું