Entertainment News/ સેક્સની માંગ, મહિલા કલાકારોના કોડ નામ; મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કાળું સત્ય સામે આવ્યું

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારોની સતામણી અંગે જસ્ટિસ હેમા કમિટિનો રિપોર્ટ સામે આવ્યો છે.

Trending Entertainment

Entertainment News: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારોની સતામણી અંગે જસ્ટિસ હેમા કમિટિનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં મહિલાઓ દ્વારા થતા જાતીય સતામણી સહિતના અન્ય કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણી મહિલાઓનો આરોપ છે કે તેઓ કામ શરૂ કરે તે પહેલા જ તેમને અનિચ્છનીય સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કરવામાં આવેલા મુદ્દાઓ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં મહિલા વ્યાવસાયિકોની સુરક્ષા અને કલ્યાણ અંગે ચિંતા વ્યક્ત કરે છે.

યાદ અપાવી દઈએ કે, સરકારે 2019માં જસ્ટિસ હેમા કમિટીની રચના કરી હતી. સમિતિએ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને પડતી સમસ્યાઓનો અભ્યાસ કર્યો હતો. આ રિપોર્ટમાં મહિલાઓની જાતીય સતામણી, શોષણ અને દુર્વ્યવહાર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સરકારને સોંપ્યાના પાંચ વર્ષ બાદ RTI કાયદા હેઠળ રિપોર્ટની નકલ મીડિયાને આપવામાં આવી હતી. તેમાં ચોંકાવનારા ખુલાસાઓની હારમાળા જોવા મળી રહી છે. ચાલો વિગતવાર જાણીએ…

દરવાજો ખટખટાવવાની ઘટનાઓ: અહેવાલોમાં જણાવાયું છે કે મહિલા કલાકારોને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ફિલ્મ ઉદ્યોગમાં શરાબી પુરુષો તેમના રૂમના દરવાજા ખટખટાવતા હોવાના બનાવોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જાતીય સતામણીનો ભોગ બનેલી ઘણી મહિલાઓ ડરના કારણે પોલીસ ફરિયાદ કરતા અચકાય છે.

મહિલા કલાકારોના કોડ નામ: રિપોર્ટ અનુસાર, જે મહિલા કલાકારો સમાધાન કરવા તૈયાર હોય તેમને કોડ નામ આપવામાં આવે છે. જેઓ સમાધાન કરવા તૈયાર નથી તેમને કામ આપવામાં આવતું નથી.

જાતીય સંબંધોની માંગઃ રિપોર્ટ અનુસાર, સિનેમામાં અભિનય અથવા અન્ય કોઈ કામ કરવાની ઑફર મહિલાઓને શારીરિક સંબંધની માંગ સાથે કરવામાં આવે છે. મહિલાઓને સમાધાન કરવા માટે કહેવામાં આવે છે, જે અંતર્ગત તેમની પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરવામાં આવે છે.

મહેનતાણું ભેદભાવ: હેમા સમિતિ ટોચના સ્ટાર્સના કિસ્સાઓ સિવાય લેખિત કરારનો અભાવ દર્શાવે છે. મહિલા અને જુનિયર કલાકારોને તેમનો પુરો પગાર પણ આપવામાં આવતો નથી. રિપોર્ટમાં એક એવી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે એક મહિલા કલાકારને પોતાનું વેતન મેળવવા માટે ભીખ માંગવી પડી હતી.

સ્વચ્છ શૌચાલય અને સુરક્ષિત ચેન્જિંગ રૂમનો અભાવઃ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કલાકારોએ સ્વચ્છ શૌચાલય ન મળવાની ફરિયાદ કરી હતી. આ સંદર્ભે, પૂરતી સંખ્યામાં ઇ-ટોઇલેટ સ્થાપિત કરવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ સલામત ચેન્જીંગ રૂમના અભાવે મહિલાઓ સુરક્ષિત અનુભવતી નથી. હેમા કમિટીએ સૂચવ્યું છે કે કેરળના ફિલ્મ ઉદ્યોગની આ ખામીઓને વહેલી તકે દૂર કરવાની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમે ઓળખ્યો આ બાળકને? 7 ભાષાઓની ફિલ્મોમાં કામ કરી દર્શકોના દિલમાં રહે છે આ અભિનેતા…

આ પણ વાંચો:રિતિક રોશને પેન ઈન્ડિયા ફિલ્મ ARMનું ટીઝર રજૂ કર્યું, મલયાલમ સિનેમાની તસ્વીર બદલાઈ શકે છે

આ પણ વાંચો:રજનીકાંતની આ ફિલ્મમાં જોવા મળશે સાઉથના આ દિગ્ગજ સ્ટાર્સ, બિગ બી પણ કરી શકે છે એન્ટ્રી