જિયો ફોન હજુ પણ દેશનો સૌથી પોપ્યુલર ફોન છે. તાજેતરના એક રિપોર્ટ મુજબ જિયોના ફીચર ફોન વર્ષ 2018ના બીજા ક્વાર્ટરમાં 27 ટકા માર્કેટ પર કબ્જો કરી રાખ્યો છે. આને જોતા જ જિયોએ આ ફીચર ફોન નું આગળનું વર્ઝન જિયો ફોન 2 લોન્ચ કર્યો. જોકે, આ ફોન હાલ ફ્લેશ સેલમાં જ ઉપલબ્ધ છે.
મહત્વની વાત એ છે કે આ ફોન ટાટા Cliq પર 15 ટકા ડિસ્કાઉન્ટથી મેળવી શકાય છે. એક રિપોર્ટ અનુસાર ટાટા Cliq એ આ ફોન એની ઓરીજીનલ કિંમત એટલે કે 1500 રૂપિયા પર લિસ્ટ કર્યો છે.

વળી, આ ફોન પર 15 ટકા છૂટ પણ મળી રહી છે. જ્યાં આપે ચેકઆઉટ કરતા સમયે ICICIWEEKEND કોડનો ઉપયોગ કરવાનો રહેશે. જેની મદદથી આપને 225 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
જોકે, આ ડિસ્કાઉન્ટ ફક્ત આઈસીઆઈસીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર જ ઉપલબ્ધ છે. વળી, એક્સચેન્જ ઓફરની મદદથી આપ જિયો ફોનને ફક્ત 501 રૂપિયામાં ખરીદી શકો છો.
