Health News/ સાવધાન! પશુઓમાંથી ઇન્સાનમાં ફેલાઈ રહી છે આ ગંભીર બીમારી, લિવર અને મગજમાં બને ગાંઠો

ઉત્તર ભારતમાં ઘેટાં અને બકરીઓ પર કરાયેલા વૈજ્ઞાનિક સંશોધનમાં ‘ઇચિનોકોકસ ગ્રેન્યુલોસસ’ નામનો પરજીવી મળી આવ્યો છે. આ પરજીવી(Parasite) કૂતરાઓ દ્વારા માણસોમાં ફેલાઈને લિવર અને મગજને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. વાંચો વિગતવાર અહેવાલ.

Trending Health & Fitness Lifestyle
Parasite

Parasite Echinococcus Granulosus Study: ઉત્તર ભારતમાં ઘેટાં અને બકરીઓ પર કરવામાં આવેલા એક નવા વૈજ્ઞાનિક સંશોધનમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ‘ઇચિનોકોકસ ગ્રેન્યુલોસસ’ (Echinococcus Granulosus) નામના ખતરનાક પરજીવીના (Parasite) કેટલાક નવા જીનોટાઇપ (આનુવંશિક પ્રકાર) ઉત્તર ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ એવો પરજીવી છે જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે અને ‘સિસ્ટિક ઇચિનોકોકોસિસ’ એટલે કે ‘હાઇડેટિડ રોગ’ (Hydatid Disease) નામની ગંભીર બીમારીનું કારણ બને છે.

Parasite

હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં કરાઈ તપાસ

હરિયાણાના હિસારમાં આવેલી ‘લાલા લાજપત રાય પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન યુનિવર્સિટી’ ના વૈજ્ઞાનિકો પલ્લવી મુદગિલ, અંશુ લોહાન, અનિલ કે. નેહરા, અનિલ શર્મા અને અમન ડી. મુદગિલ દ્વારા આ સંયુક્ત અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સંશોધન દરમિયાન હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢના કતલખાનાઓમાંથી કુલ 1,049 ઘેટાં અને બકરીઓની તપાસ કરવામાં આવી હતી.

સંક્રમિત નમૂનાઓની ડીએનએ (DNA) તપાસ કરતા વૈજ્ઞાનિકોને તેમાં G1, G3 અને G6 જીનોટાઇપ જોવા મળ્યા હતા. આ સંશોધનની સૌથી મોટી અને ચિંતાજનક શોધ એ છે કે, ઉત્તર ભારતમાં પહેલીવાર ઘેટાં-બકરામાં ‘G6 જીનોટાઇપ’ સ્પષ્ટપણે જોવા મળ્યો છે, જે આ ખતરનાક પરજીવીના પ્રસારમાં પશુઓની મોટી ભૂમિકા તરફ ઈશારો કરે છે.

Parasite
parasite-echinococcus-sheep-goats-threat

કૂતરાઓ દ્વારા માણસોમાં ફેલાવવાનું મોટું જોખમ(Parasite)

સંશોધકોના મતે આ બીમારી માત્ર પશુઓ પૂરતી સીમિત નથી. સંક્રમિત ઘેટાં-બકરાના સંપર્કમાં આવ્યા બાદ કૂતરાઓ અને અન્ય શ્વાન પ્રજાતિઓ દ્વારા આ પરજીવી મનુષ્યો સુધી પહોંચી શકે છે. અગાઉના કેટલાક અભ્યાસોમાં (Parasite) ઉત્તર ભારતના લોકોમાં પણ G1, G3, G5 અને G6 જીનોટાઇપ મળી આવ્યા છે, જે જાહેર સ્વાસ્થ્ય (Public Health) માટે ચિંતાનો વિષય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સંશોધનથી પશુઓ અને મનુષ્યો વચ્ચે ફેલાતા આ સંક્રમણને રોકવા માટે ભવિષ્યમાં વધુ સારા નિયંત્રણ કાર્યક્રમો તૈયાર કરવામાં મદદ મળશે.

Parasite

માનવ શરીરના અંગો અને લિવરને 70% સુધી કરી શકે છે ખરાબ

અભ્યાસ અનુસાર, જ્યારે આ પરજીવીના(Parasite) ઇંડા દૂષિત ખોરાક, પાણી અથવા સંક્રમિત કૂતરાઓના સંપર્ક દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે, ત્યારે તેના લાર્વા (જીવાણુ) શરીરના વિવિધ અંગોમાં જઈને સિસ્ટ (પાણીથી ભરેલી ગાંઠો) બનાવી લે છે.

આ રોગના કારણે લગભગ 70% કિસ્સાઓમાં માણસનું લિવર (યકૃત) ખરાબ થઈ જાય છે.

લિવર ઉપરાંત તે ફેફસાં, મગજ, હાડકાં અને કિડની પર પણ ખૂબ જ ખરાબ અસર કરે છે.

જો આ પાણી ભરેલી ગાંઠ (સિસ્ટ) શરીરમાં અંદર જ ફાટી જાય, તો તેનાથી ગંભીર એલર્જીક રિએક્શન આવી શકે છે અને માણસનો જીવ પણ જઈ શકે છે.


આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર