Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્ષ આકારણી વિભાગના જુનીયર ક્લાર્ક હિંમતલાલ આર.મારૂને લાંચ કેસમાં કોર્ટે 6 વર્ષની સખત કેદની સજા અને રૂ.50,000 નો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગત મુજબ ફરિયાદીની ટ્રસ્ટની જગ્યામાં તે ટ્રસ્ટી હોઈ ટ્રસ્ટની માલિકીનું રહેણાંક મકાનનું ટેક્ષ બિલ આવતું હતું. આ રહેણાંકદર ટેક્ષ બિલની જગ્યાએ કોમર્શિયલ દરનો ટેક્ષ ભરવો પડશે એમ આરોપીએ કહ્યું હતું.
જો આ કોમર્શિયલ દરનો ટેક્ષ ન ભરવો હોય તો રૂ.25,000 ની લાંચ આપવી પડશે એમ આરોપી બિંમતલાલ મારૂએ કહ્યુ હતું. બાદમાં રકઝકને અંતે રૂ.20,000 નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીએ છટકુ ગોઠવીને જુનીયર ક્લાર્ક મારૂની લાંચ લેતા ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં અંકે કોર્ટે આરોપીને 6 વર્ષની સખત કેદ અને રૂ,50,000 નો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત પોલીસે કરી ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાડતા રાજસ્થાની બુકીની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાત પોલીસને આ કામ બદલ મળ્યો પ્રતિષ્ઠીત પુરસ્કાર, ગૃહમંત્રીએ એનાયત કર્યો એવોર્ડ
આ પણ વાંચો: ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિનની ગુજરાત પોલીસ દ્વારા અનોખી ઉજવણી
