Uttarakhand News: કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડના મુન્સિયારીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર મુનસિયારીના રાલમ ખાતે લેન્ડ કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરનું હેલિકોપ્ટર મિલામ તરફ જઈ રહ્યું હતું. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે પણ હાજર હતા.
તમને જણાવી દઈએ કે રાજીવ કુમાર દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) છે. તેઓ 1 સપ્ટેમ્બર 2020થી ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી પંચનો ભાગ છે. તેમણે 15 મે 2022 ના રોજ ચાર્જ સંભાળ્યો અને 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. તમને જણાવી દઈએ કે રાજીવ કુમાર 19 ફેબ્રુઆરી 2025 ના રોજ પોતાનો 65મો જન્મદિવસ ઉજવશે. બંધારણ મુજબ ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
