Arvalli news/ અરવલ્લીમાં સરકારના વિકાસના દાવાને શરમાવતા દ્રશ્યો

અરવલ્લીમાં સરકારના વિકાસના દાવાને શરમાવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુએ સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે તેની વચ્ચે જ આવા દ્રશ્યો સામે આવ્યા છે. મેઘરજ તાલુકોના ઘોરવાડા ગામમમાં ગ્રામજનોએ આજે પણ અંતિમ યાત્રાને નદીના પટમાંથી લઈ જવાની ફરજ પડે છે.

Gujarat Others Breaking News

ArvalliNews: અરવલ્લીમાં સરકારના વિકાસના દાવાને શરમાવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુએ સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે તેની વચ્ચે જ આવા દ્રશ્યો સામે આવ્યા છે. મેઘરજ તાલુકોના ઘોરવાડા ગામમમાં ગ્રામજનોએ આજે પણ અંતિમ યાત્રાને નદીના પટમાંથી લઈ જવાની ફરજ પડે છે.

ગ્રામજનોની આ સ્થિતિ સરકારના વિકાસના દાવા પર સણસણતા તમાચા સમાન ઘટના છે. ડાઘુઓ મૃતદેહને નદીમાંથી લઈ જવા મજબૂર છે. ઘોરવાડા અને ઓઢા વચ્ચે ડીપ બનાવવાની વાતો અત્યાર સુધી સાવ પોકળ નીકળી છે. રસ્તો બનશે કે કેમ તે સવાલ ગ્રામજનોને છે.

ચોમાસામાં ભારે વહેણ હોય ત્યારે મૃતદેહને અગ્નિસંસ્કાર માટે તરકવાડા ઇસરી થઈને સ્મશાને લઈ જવાય છે. ઘોરવાડા ગામની વૃદ્ધાના કુદરતી મોત પછી મૃતદેહને લઈ જવા રાકો રસ્તો પણ નથી કે ડીપ પણ નથી. તેથી ગ્રામજનો તેને નદીના પાણીમાંથી લઈ જવા મજબૂર છે. આમ મૃતદેહને નદીમાંથી લઈ જવાતા મૃતદેહ બની જવાય તેવી સ્થિતિ છે.

આ ઘટનાનો વિડીયો જોઈને કોઈપણ કહી શકે કે આઝાદીના 75 વર્ષ પછી પણ લોકો માટે સારી કામગીરી બજાવવમાં તંત્રએ ઘણુ કર્યુ છે, પણ આ દરમિયાન તે કેટલું ઉણું પણ ઉતર્યુ છે તેનો પુરાવો આ વિડીયો છે. આ બતાવે છે કે તંત્રએ હજી પણ લોકો માટે ઘણું બધુ કરવાની જરૂર છે. લોકો હજી પણ ખૂબ જ તકલીફમાં જીવે છે. તેમા પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોની સ્થિતિ હજી પણ અત્યંત ખરાબ છે.  આ વિડીયો બતાવે છે કે વિકસિત ગુજરાતે પણ હજી કેટલો વિકાસ સાધવાની જરૂર છે. તંત્રએ તેની મદદના હાથ ગ્રામીણ વિસ્તારોના લોકો સુધી પહોંચાડવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરવલ્લીમાં બેન્ક મેનેજર અને પટાવાળાને ચાકૂ બતાવીને 25 લાખની લૂંટનો પ્રયાસ

આ પણ વાંચો: અરવલ્લીમાં મોડાસાની આર્ટસ કોલેજમાંથી ભ્રૂણ મળ્યું

આ પણ વાંચો: ફ્રોડ સ્કીમઃ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાય લોકો રૂપિયા ડબલ થી ત્રિપલની માયાજાળમાં ફસાયા