Gandhinagar News/ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે ગુન્હો દાખલ, જાણો સમગ્ર મામલો

ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ સેક્ટર-21 પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લગ્નની લાલચે શારિરીક સંબંધ બાંધ્યાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર (Gajendra Singh Parmar) સામે કેસમાં નોંધવામાં આવ્યો છે. ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ સેક્ટર-21 પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લગ્નની લાલચે શારિરીક સંબંધ બાંધ્યાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. તેમના પર સેક્ટર-21ના MLA ક્વાર્ટર ખાતે દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ પણ કરાયો છે. આટલું જ નહીં, દુષ્કર્મ બાદ જાતિ વિષયક ટિપ્પણી કર્યાનો પણ આરોપ લગાવામાં આવ્યો છે.  SC-ST પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

શું હતો કેસ?

આ મામલો નવેમ્બર 2020નો છે જ્યારે અમદાવાદની એક મહિલા અને તેની પુત્રી પરમાર અને અન્ય બે વ્યક્તિઓ સાથે જેસલમેર જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન, આબુ નજીક કારમાં હાજર પરમાર અને અન્ય બે લોકો દ્વારા સગીર વયની છેડતી કરવામાં આવી હતી. ધારાસભ્ય પરમાર દ્વારા કથિત રીતે છેડતી કરનાર સગીરની માતાએ 16 ડિસેમ્બર, 2023ના રોજ રાજસ્થાનના જોધપુર કોર્ટ પરિસરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.બાદમાં, 19 ડિસેમ્બરે, રાજસ્થાનની જોધપુર શહેર પોલીસે પરમાર અને આ કેસમાં અન્ય આરોપી મહેશ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.સગીરની માતાએ આરોપ લગાવ્યો છે કે આરોપી ભાજપના ધારાસભ્ય હોવાથી તે રાજકીય દબાણ દ્વારા કેસને પ્રભાવિત કરી શકે છે. તેણીએ કોર્ટને નિષ્પક્ષ તપાસ માટે નિર્દેશ આપવા વિનંતી કરી હતી.

ગજેન્દ્રસિંહ પરમાર સતત વિવાદમાં

પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ગજેન્દ્રસિંહ પરમાર સતત વિવાદમાં રહે છે. શારિરીક શોષણ કરનાર મહિલાએ તેમના વિરૂદ્વ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ગજેન્દ્રસિંહ વિરૂદ્વ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ મુક્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી ન કરતાં મહિલા કોર્ટમાં પહોંચી હતી. જેમાં કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. મહિલાએ આરોપ મૂકતાં જણાવ્યું છે કે, 2020માં તે સગીર પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર સાથે રાજસ્થાનના જેસલમેર ખાતે જઇ રહી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે નોંધાશે ફરિયાદ

આ પણ વાંચો:પ્રાંતિજ વિધાનસભાના બેઠક પર ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની 70,000ની લીડથી જીત થઈ

આ પણ વાંચો:રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્વ મહિલાએ હાઇકોર્ટમાં કરી અરજી,લગ્નની લાલચ આપી બાંધ્યો શારીરિક સંબધ