Anand News/ આણંદમાં ઉત્તર ગુજરાતમાં નકલી દસ્તાવેજોના આધારે વિઝા મોકલવાનું કૌભાંડ

આણંદ ઉત્તર ગુજરાતમાં નકલી દસ્તાવેજોના આધારે વિઝા મોકલવાનું સેન્ટર બની ગયું લાગે છે. આણંદમાં નકલી દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આણંદ એસઓજીએ પેટલાદમાં વી હેલ્પ નામની વિઝા કન્સલ્ટન્સી પર દરોડો પાડ્યો હતો.

Gujarat Others Breaking News

Anand: આણંદ ઉત્તર ગુજરાતમાં નકલી દસ્તાવેજોના આધારે વિઝા મોકલવાનું સેન્ટર બની ગયું લાગે છે. આણંદમાં નકલી દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આણંદ એસઓજીએ પેટલાદમાં વી હેલ્પ નામની વિઝા કન્સલ્ટન્સી પર દરોડો પાડ્યો હતો.

એસઓજીએ દરોડા દરમિયાન વિવિધ યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને પ્રમાણપત્રો જપ્ત કર્યા છે. વિઝા કન્સલ્ટન્સી મેનેજર કિરણ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે આણંદમાંથી વિઝા મેળવવાનું કૌભાંડ આ પ્રથમવાર નથી, અગાઉ પણ આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

આણંદમાં ગત જૂન માસમાં નકલી માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે વિઝા આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આણંદ એસઓજીએ એસપી સ્ટડી પ્લાનર એલએલપીની ઓફિસ પર દરોડા પાડીને દેશની વિવિધ યુનિવર્સિટીઓની 90 જેટલી નકલી માર્કશીટ અને પ્રમાણપત્રો જપ્ત કર્યા હતા. આણંદમાં આ પ્રકારની કાર્યવાહી પહેલી જ વખત થઈ રહી હોય તેવું નથી. અગાઉ પણ આણંદમાં આ પ્રકારની કાર્યવાહી થઈ ચૂકી છે.

આ પહેલા આણંદમાં બનેલા આવા જ એક બનાવમાં નેકસ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીએ યુવાનની વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને એક યુવાન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. વિરસદના યુવાને વિદેશ જવાની ઘેલછામાં નેકસ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીનો સંપર્ક સાધ્યો હતો. તેના પછી તેમની વાતોમાં આવી ગયો હતો. તેના લીધે તેઓએ યુકેના બોગસ વિઝા બારોબાર ફટકારીને તેની પાસે આઠ લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમની ઠગાઈ કરી હતી.

આ મામલે આણંદ પોલીસે અમન દીવાન નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી. આ તપાસના પગલે રાજ્યમાં ચાલતા અનેક પ્રકારના બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આમ વિરસદનો યુવાન આણંદમાં નકલી વિઝા કૌભાંડનો ભોગ બન્યો હતો. આણંદના વિઝા એજન્ટે યુવાનની વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને તેની પાસે આઠ લાખ રૂપિયા કરતાં પણ વધુ રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. આમ પરસેવાની કમાણીના રૂપિયા જવાના લીધે યુવક અને તેનું કુટુંબ હતપ્રભ છે. વિદેશની ઘેલછાના લીધે તેણે લાખો રૂપિયા ખોવાનો સમય આવ્યો છે. તેથી યુવાનની હાલત અત્યાર ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય તેવી થઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાં વિઝા ફ્રોડઃ ડોલર લેવા જતાં રૂપિયા પણ ખોવાના આવ્યા

આ પણ વાંચો: કેનેડામાં વિઝાના બ્હાને 37 લાખ રૂપિયાની છેતરપિંડી

આ પણ વાંચો:  સુરતમાં મોટાવરાછામાં વિઝા વર્ક પરમીટના બહાને છેતરપિંડી, ફરિયાદ બાદ માલિકો ભૂગર્ભમાં