Ahmedabad News/ ગુજરાતમાં મહિલાઓની છેડતી અને દુષ્કર્મના વધતા બનાવો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘટનાઓને વખોડી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગુજરાતમાં દિનપ્રતિદિન મહિલાઓની છેડતી અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. જેને પગલે ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યા છે. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ આ પ્રકારની ઘટનાઓને વખોડી કાઢી છે. જેને પગલે તેમણે સરકારને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે.

પત્રના વળતા જવાબમાં કોગ્રેસ વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો છે. જેમાં ફકિત વાહવાહી લૂંટવા આવા પત્રો લખાતા હોવાનું જણાવાયું હતું. તેમણે ભાજપ પ્રેરિત સંગઠ્ઠનો પત્ર લખતા હોવાનો આક્ષેપ કર્યો હતો.  પત્રના વળતા જવાબમાં કોંગ્રેસ વિદ્યાર્થી પાંખે જવાબ આપ્યો હતો.  ભાજપના જ ધારાસભ્યો સામે દુષ્કર્મની ફરિયાદ ચાર વર્ષે થાય છે, એમ તેમણે જણાવ્યું હતું. .દુષ્કર્મના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ઝડપી સજાની માંગણી કરવામાં આવી છે. તે સિવાય તેમણે દુષ્કર્મ અને છેડતીના બનાવો સામે
કડક પગલા કેમ લેવાતા નથી તેવો પ્રશ્ન પણ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ

આ પણ વાંચો:પાકિસ્તાને શા માટે પ્લાસ્ટિક પોલિમર નોટોનો વપરાશ કરવાનું શરૂ કર્યું?

આ પણ વાંચો:ભારતીયો રોજ પેટમાં પધરાવે છે પ્લાસ્ટિક, જાણો કઈ રીતે?