Gujarat Rainfall/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, 12 તાલુકામાં બેથી પાંચ ઇંચ વરસાદ

ગુજરાતમાંથી વિદાય વખતે મેઘરાજાએ જમાવટ કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gandhinagar News: ગુજરાતમાંથી વિદાય વખતે મેઘરાજાએ (Megharaja) જમાવટ કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે (IMD) આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ વરસાદના આંકડા અનુસાર, ગુજરાતમાં 69 તાલુકાઓમાં રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટના લોધીકામાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબીમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ વરસાદના આંકડા અનુસાર, ગુજરાતમાં 69 તાલુકાઓમાં રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વરસાદ નોંધાયો હતો. 12 તાલુકા એવા છે કે જ્યાં 2 ઈંચથી 5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 69 તાલુકાઓમાં રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વરસાદ નોંધાયો હતો.  રાજ્યના 58 તાલુકાઓમાં 20 ઓક્ટોબર, 2024 ના રોજ રાત્રે 8 વાગ્યા સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 4.61 ઈંચ વરસાદ રાજકોટના લોધીકામાં, જૂનાગઢના માળીયા હાટીનામાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો છે. મોરબીમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના આ વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે, સોમવાર, 21 ઓક્ટોબર, 2024ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વિસ્તારોની વાત કરીએ તો નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, આ જીલ્લાઓ પણ ભીંજાયા, IMDની વરસાદને લઈ મોટી આગાહી

આ પણ વાંચો: સતત વરસતો વરસાદ હવે રાજ્યના ખેડૂતો માટે અવસાદ

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ હજુ 2 દિવસ ત્રાટકશે, છત્રી લઈને ઘરની બહાર નીકળજો