ChhotaUdepur News/ છોટાઉદેપુર: નસવાડીમાં હિટ એન્ડ રનમાં એક મોત

પાલસર ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટના

Top Stories Gujarat

ChhotaUdepur News : છોટાઉદેપુરના નસવાડીમાં ડિટ એન્ડ રનના બનાવમાં એક બાળકનું મોત નીપજ્યું હતું. નસવાડીમાં પાલસર ગામ પાસે હિટ એન્ડ રનનો આ કરૂણ બનાવ બન્યો હતો. જેમાં પૂરઝડપે આવતા ટ્રકે બાળકને અફેટે લેતા બાળકનું ગંભીર ઈજાને પગલે મોતચ નીપજ્યુ હતું. આ બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. આ બનાવમાં ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા પાંચ વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. તપાસમાં બાળકનું નામ દક્ષ વિનોદભાઈ રાઠવા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે નસવાડીપોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ પરિવારમાં એકના એક બાળકના મોતને લઈને શોકનો માહોલ છવાયો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીને ઝડપ્યા

આ પણ વાંચો:હવે, પોલીસ પણ નકલી નીકળી! સુરત પોલીસે ‘નકલી પોલીસ’ને ઝડપી પાડી

આ પણ વાંચો:સુરત પોલીસે કરી NDPS ગુનાના બે આરોપીઓની ધરપકડ