USA News/ મુસાફરોથી ભરેલી બસ ટ્રેકટર-ટ્રોલી સાથે અથડાતા 19 લોકોના મોત, આ દેશમાં બની ભયાનક દુર્ઘટના

આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે

Top Stories World

Usa News : મેક્સિકોમાં એક ભીષણ રોડ એક્સિડન્ટમાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મેક્સિકોના જકાટેકાસ પ્રાંતમાં શનિવારે એક મોટો રોડ એક્સિડન્ટમાં થયો. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી બસ સાથે અથડાતાં આ અકસ્માત થયો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે મેક્સિકોના સેન્ટ્રલ સ્ટેટ જકાટેકાસમાં એક હાઇવે પર બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે.

સવારના સમયે મુસાફરોને લઈ જતી બસ ટ્રેક્ટર-ટ્રેલરના પાછળના ભાગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રેક્ટર બંને વાહન ખીણમાં પડી ગયા.જકાટેકાસના ગવર્નર ડેવિડ મોનરિયલે શરૂઆતમાં 24 લોકોના મોતની જાણ કરી હતી, પરંતુ રાજ્યના એટર્ની જનરલની ઓફિસે બાદમાં એક નિવેદનમાં આ સંખ્યામાં સુધારો કર્યો અને જણાવ્યું કે 19 લોકો મૃત્યુ પામ્યા છે, જયારે 6 ઘાયલ થયા છે. એટર્ની જનરલ ઓફિસે કહ્યું કે તેઓ ટ્રેક્ટર-ટ્રેલરના ડ્રાઈવરની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક અહેવાલમાં એક સ્થાનિક સરકારી અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે શનિવારે સવારે થયેલા અકસ્માત બાદ ખીણમાં પડી ગયેલા કેટલાક મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ હતા.

એટર્ની જનરલ ઓફિસના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાનો શિકાર થયેલી બસ યુએસ-મેક્સિકો સરહદ પર ચિહુઆહુઆ રાજ્યના શહેર સિઉદાદ જુઆરેઝ તરફ જઈ રહી હતી. એટર્ની જનરલની ઓફિસે એમ પણ કહ્યું કે, પીડિતોમાં પ્રવાસીઓ સામેલ નથી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા તસવીરોમાં રેસ્ક્યુ ટીમના લોકો ઘટના સ્થળેથી મૃતદેહોને બહાર કાઢતા દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે ગયા વર્ષે દક્ષિણ મેક્સિકોમાં એક હાઇવે પર એક ટ્રકનો એક્સિડન્ટ થતા 10 લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈઝરાયેલમાં ફરી ગોળીબાર, રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પર ગોળીઓનો વરસાદ

આ પણ વાંચો:ગાઝા પર ઈઝરાયલનો કબજો મોટી ભૂલ હશે: જો બાઈડેન

આ પણ વાંચો:ઈઝરાયલ પીએમ નેતન્યાહુએ ભૂમિ આક્રમણ માટે પ્લાન તૈયાર કર્યો!