Bhavnagar News/ સુરતના નકલી PSIને ભાવનગર પોલીસે ઝડપ્યો, સોનીને ધમકી આપી રૂપિયા પડાવતો

અલ્પેશભાઈ ધ્રાંગધરીયા નામના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Top Stories Gujarat

Bhavnagar News: નકલી પીએસઆઈએ (Fake PSI) સોનીને PSIની ઓળખ આપી રૂપિયા પડાવતા ભાવનગર (Bhavnagar) ગંગાજળીયા શખ્સને ઝડપી તપાસ હાથ ધરી હતી. નકલી પીએસઆઈએ વિજયસિંહ ગોહિલ તરીકે પોતાની ઓળખ આપી ભાવનગરમાં વોરા બજારમાં નારેશ્વર જ્વેલર્સના નામથી સોનીને ગઠિયાએ ‘હું PSI બોલું છું અને તમે ચોર કરતા શખ્સ પાસથે ચેઈન ખરીદી છે એટલે ચેઈનના રૂપિયા પને ગૂગલ પે કરી દો અહીં તો તમારી સામે કેસ કરી દઈશ’ કહી રૂપિયા 31,500 પડાવ્યા હતા. અલ્પેશભાઈ ધ્રાંગધરીયા નામના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે અલ્પેશભાઇ ચીમનભાઇ ધ્રાંગધરીયાએ ફરિયાદમાં આરોપી તરીકે અભિષેક સાવલીયાનું નામ જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 7 ઓક્ટોબરના રોજ ફરિયાદીના ફોન પર ફોન આવ્યો હતો અને ફોન કરનારા શખ્સે પોતાનું નામ વિજયરાજસિંહ ગોહિલ હોવાનું અને તે સુરત પોલીસમાં PSI તરીકે ફરજ બજાવતા બજાવતા હોવાનું જણાવ્યું હતું. સુરતના નકલી PSI ને ભાવનગર પોલીસે રિમાન્ડ પર લીધો છે. સૌ પ્રથમ વાપી પોલીસે આરોપીને ઝડપયા બાદ ભાંડો ફૂટ્યો હતો.

અગાઉ નકલી PSI બની વાપીના સોનાના વેપારી પાસેથી રૂપિયા પડાવનાર શહેરનાં ઈસમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. વલસાડ પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે. વાપીમાં આલમગીરમાં રહેતા અભિષેક પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. સોનીને ‘હું PSI અર્જુનસિંહ ઝાલા વડોદરાથી બોલું છું તેવું બોલી અમે એક સ્ત્રીને પકડી છે જે નાની મોટી ચોરી કરે છે અને તેને તમારી દુકાનમાંથી અંદાજે 5 ગ્રામની સોનાની ચેન રૂપિયા 29,500માં વેચી હતી, જો તમે રૂપિયા 29,500 આપી દો તો હું કેસ બંધ કરી દઈશ, જો તમે રૂપિયા નહીં આપો તો હું તમારી દુકાન ઉપર પોલીસની ટીમ મોકલું છું’ તેવી ધમકી આપી 29,500 રૂપિયા પડાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં નકલીઓનો રાફડો ફાટ્યો, બનાસકાંઠામાં નકલી સચિવ પકડાયો

આ પણ વાંચોઃસાવધાન! તહેવારોની આડમાં ધીકી રહ્યો છે નકલી માવાનો બેફામ વેપાર, આવી રીતે કરો અસલી અને નકલીની ઓળખ

આ પણ વાંચોઃઆણંદમાં ઉત્તર ગુજરાતમાં નકલી દસ્તાવેજોના આધારે વિઝા મોકલવાનું કૌભાંડ