Gandhinagar News/ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ 26 હજારથી વધુ પશુઓ માટે રૂ. 7.13 કરોડની સહાય ચૂકવાઈ

પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે 26,000થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.7.13 કરોડની સહાય ચૂકવવામાં આવી છે

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-2024 થી જૂન-2024 માટે રાજ્યની વધુ 16 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે 26,000થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.7.13 કરોડની સહાય ચૂકવવામાં આવી છે, તેમ ગૌસેવા આયોગની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ 2024-25ના પ્રથમ તબક્કા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની 1,471 ગૌશાળા-પાંજરાપોળના આશરે 4.40 લાખથી વધુ પશુઓના નિભાવ માટે કુલ રૂ.120 કરોડથી વધુની સહાય DBTના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે, જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રૂ. 500 કરોડની જોગવાઈ સાથે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. ૩૦ લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સીએમ ગૌમાતા પૌષણ યોજના હેઠળ ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે 584 ગૌશાળાને પશુ નિભાવ સહાય અપાઈ

આ પણ વાંચો: પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રૂ. 5,000ની સહાય અપાશે

આ પણ વાંચો: પશુપાલન અને દૂધ ઉત્પાદન સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારની 16.89 કરોડની સહાય