Surendranagar News : સુરેન્દ્રનગરમાંથી અપહરણ કરાયેલી ચાર વર્ષની બાળકીનો અંતે રાજકોટથી પતો લાગ્યો હતો. આ બનાવની વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાંથી ચાર દિવસે અપહરણ કરાયેલી બાળકી મળી આવી છે. આ બાળકીનું 28 ઓક્ટોબરે અપહરણ કરવાસમાં આવ્યું હતું, જે ચાર દિવસે બાદ રાજકોચથી મળી આવી છે. આ બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની હતી કે કેમ તે વિશે પોલીસ હાલ તપાસ કરી રહી છે. જોકે, બાળકી પરત આવતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાંછી એક સાત વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારે ધજાળા પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે 8 કરતા વઘુ ટીમ બનાવી બાળકીની શોધ હાથ ધરી હતી.
સતત ચાર દિવસ સુધી તપાસ કર્યા બાદ પોલીસે બાળકીને શોધી પરિવારને પરત મોકલી આપી છે. તેમજ અપહરણકર્તા આરોપીઓની પણ ધરપકડ કરી દીધી છે. અપહરણકર્તા સાયલા તાલુકાના લિંબાળા ગામનો શખસ હોવાનું જાણવા મળ્યું છે. અપહરણકર્તાએ બાળકીની ઓળખ ન થાય તે માટે તેના વાળ કાપી નાંખ્યા હતાં. ચાર શખસ આ બાળકીને ચોરી કરેલી રિક્ષામાં લઈને જતા હતાં. જોકે, પોલીસ આરોપીઓને પકડે તે પહેલાં તેઓ ચોરી કરેલી કારમાં બેસીને ભાગી ગયા હતાં. જોકે, પોલીસે તેમનો પીછો કરી અમદાવાદના બગોદરાથી ઝડપી પાડ્યા હતાં.
પોલીસે તમામ આરોપીને પકડી તપાસ હાથ ધરી છે. જોકે, હાલ બાળકીને અપહરણ કરવાનું કારણ સામે આવ્યું નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કાળી ચૌદસની તાંત્રિક વિધિ અથવા બાળ મજૂર બનાવી વેચાણ કરવા માટે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોય શકે. પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરત ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે ફરિયાદના કેસમાં તપાસ શરૂ
આ પણ વાંચો:સુરતમાં દીપડો સાત વર્ષના બાળકને ખેચી ગયો, કુટુંબ આઘાતમાં
આ પણ વાંચો:સુરતના નકલી PSIને ભાવનગર પોલીસે ઝડપ્યો, સોનીને ધમકી આપી રૂપિયા પડાવતો
