Bhavnagar News: ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળીના રાત્રે હત્યાના એક સાથે ત્રણ બનાવને લઈ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ભાવનગરમાં સોમવારે સવારના સુમારે ભાવનગર શહેરની સર ટી. હોસ્પિટલ પરિસરમાં આવેલી હોસ્પિટલ પોલીસ ચોકી સામેના સુલભ શૌચાલય નજીક એક અજાણ્યા યુવાનનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. તેના લીધે ચકચાર મચી ગઈ છે.
આ બનાવને લઈ પોલીસ કાફલો ઘટના સ્થલે દોડી ગયો હતો. અને મૃતદેહને પેનલ પીએમ અર્થે હોસ્પિટલના પીએમ રૂમ ખસેડ્યો હતો. પોલીસ હત્યા કે આત્મહત્યા તે સુનિશ્ચિત કરવામાં લાગેલી છે અને તેની પાછળના કારણો શોધવા મંડી છે.
પોલીસની પ્રથમિક તપાસમાં મૃતક ઘોઘાના હાથબ ગામે રહેતો 28 વર્ષીય યુવક જેન્તીભાઈ પોલીભાઈ ચુડાસમા હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ જ ગામેથી ગત રાત્રે હત્યાનો એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેને લઈ પોલીસે તેની સાથે આ બનાવ જોડાયેલો છે કે નહીં તે દિશામાં શંકાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે આ માટે હોસ્પિટલના અને તેની નજીકના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ખંગોળવા માંડ્યા છે. પોલીસને વિશ્વાસ છે કે તેને તેમાથી કોઈ કડી ચોક્કસ મળી જશે. પોલીસ આ સિવાય મૃતકનો મોબાઇલ ફોન પણ કબ્જામાં લીધો છે. પોલીસનું માનવું છે કે મૃતકની કોલ ડિટેલ પરથી પણ તેને કેટલીક વિગતો મળી શકે તેમ છે. આ ઉપરાંત તેણે મૃતકના સગાસંબંધીઓની પૂછપરછ પણ આદરી છે. તેની સાથે મૃતકનો ક્રિમિનલ રેકોર્ડ હતો કે નહીં તે પણ ચકાસવાનું શરૂ કર્યુ છે.
આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશમાં ટ્રિપલ મર્ડર, બે જૂથ વચ્ચે વિવાદ, દિવાળી પર એક જ પરિવારની 3 પેઢીની હત્યા
આ પણ વાંચોઃ 70 હજાર રૂપિયા માટે હત્યા, દિલ્હી ડબલ મર્ડર કેસમાં પોલીસનો ખુલાસો; સંબંધી માસ્ટરમાઇન્ડ હતો
આ પણ વાંચોઃ વેજલપુરના 14 વર્ષ પહેલા થયેલા મર્ડર કેસના ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો
