Ahmedabad News/ અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, સ્થાનિક સાથે મહિલાને પણ માર્યો માર

શહેરના સરદારનગરમાં લુખ્ખા તત્વોના ત્રાસને લઇ લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે, જાણે પોલીસની કોઇ બીક જ ન રહી હોય તેમ અસામાજિક તત્વો દ્વારા શહેરીજનોને ધાકધમકી આપી, મારને કે ઝઘડા કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે.આવો જ એક કિસ્સો વધુ એક વાર પ્રકાશમા આવ્યો હતો. જેમાં શહેરના સરદારનગરમાં લુખ્ખા તત્વોના ત્રાસને લઇ લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે. વિસ્તારના નિલકંઠ ફ્લેટમાં લુખ્ખા તત્વોએ સ્થાનિકને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો.

જેમાં જાહેરમાં મહિલાઓને માર્યા હોવાનો વીડિયો વાઇરલ થતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.મળતી માહિતી મુજબ શહેરના આ વિસ્તારોમાં પોલીસની રહેમરાહે ચાલી રહેલા દારૂ અને જુગારના અડ્ડાના કારણે સ્થાનિકો પરેશાન થઇ ચુક્યા છે.ઉપરાંત પોલીસની રહેમનજર હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે, ત્યારે આ જ લુખ્ખા તત્વો દ્વારા ઘરમાં ધુસીને મારામારી કરવામાં આવતા પોલીસ અને શહેરના તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સોમનાથ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે વિશદ મફતલાલની નિમણૂક

આ પણ વાંચોઃ ઇન્વેસ્ટર સમિટ માટે 32 અધિકારીઓની નિમણૂક

આ પણ વાંચોઃ રાજ્યના 234 PIની અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક