Junagadh News/ જૂનાગઢના સક્કરબાગ ઝુ ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો

દિવાળીના વેકેશન નિમિત્તે લોકો હજુ પણ રજા ના મૂડમાં છે લોકો પરિવાર સાથે અનેક વેકેશન પ્લાન તૈયાર કરી અને પર્યટન સ્થળો પર ફરી રહ્યા છે

Top Stories Gujarat

Junagadh News: દિવાળીના વેકેશન નિમિત્તે લોકો હજુ પણ રજા ના મૂડમાં છે લોકો પરિવાર સાથે અનેક વેકેશન પ્લાન તૈયાર કરી અને પર્યટન સ્થળો પર ફરી રહ્યા છે ત્યારે જૂનાગઢના સક્કરબાગ ઝુ ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે બે દિવસ દરમિયાન ૨૫ હજારથી વધુ પ્રવાસીઓએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી જ્યાં સિંહ દીપડા સહિતના વન્ય પ્રાણીઓને નિહાળ્યા હતા..

ગુજરાતનું સૌથી જૂનું અને નવાબી કાળનું સક્કરબાગ ઝૂ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં ગીરના ડાલા મથાની સાથે અનેક પ્રાણી પક્ષીઓનો વસવાટ છે દિવાળી ના મીની વેકેશન કરવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પર્યટક સ્થળો પર જતા હોય છે ત્યારે જુનાગઢ ના પર્યટકો સ્થળો પર વેકેશન દરમિયાન લોકોનો ઘસારો વધ્યો હતો..સકકરબાગ ઝૂમાં સિંહ-દિપડા, વાઘ, શિયાળ, હરણ, ઝરખ, કાળીયાર, જંગલી બિલાડી, મગર સહિત વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ નિહાળવા માટે દુર દુરથી નાના બાળકોથી લઈને સિનીયર સિટીઝન આવે છે…

ઝુની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, ખાસ કરીને અનેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરા બહાર પ્રવાસીઓને બાળકોને તે પ્રાણીઓ અને પક્ષીઓ વિષે જાણકારી મળી રહે તે માટે માહિતી આપતા બોર્ડ મુકવામાં આવ્યા છે જેમાંથી જે તે પ્રાણીઓ કે પક્ષીઓ વિષે તમામ વિગત જાણી શકે, એનાથી આનંદની સાથે જ્ઞાન વધે છે..સકરબાગ ઝૂમાં મીની સફારી પાર્ક પણ આવેલું છે અને જેની સફર બસની અંદર લોકોને કરાવવામાં આવે છે જેનો પણ પ્રવાસીઓએ લાભ લીધો હતો.. સકકરબાગ ઝૂમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓને નિહાળીને પ્રવાસીઓ અભિભૂત થયા છે છેલ્લા બે દિવસ દરમિયાન 25 હજારથી વધુ પ્રવાસીઓએ સકરબાગ જૂની મુલાકાત લીધી હતી…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજની ધરપકડ

આ પણ વાંચો:જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જેકે સ્વામીની CID ક્રાઈમે કરી ધરપકડ

આ પણ વાંચો:જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોના ઇકોઝોનમાં સમાવેશ સામે વિરોધ