Gandhinagar News: એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોને ખેડૂત રજીસ્ટ્રી હેઠળ આધાર આઈડી જેવી ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં 15મી ઓક્ટોબર-2024થી ખેડૂતોની નોંધણી શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે PM કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત ID ની નોંધણી ફરજિયાત બનાવી છે.
અરજી વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવશે
પીએમ કિસાન યોજનાના લાભાર્થીએ 25મી નવેમ્બર-2024 પહેલા નોંધણી કરાવવી પડશે. આ નોંધણી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવશે અને ખેડૂતો પણ પોતાની નોંધણી કરાવી શકશે. રાજ્યના તમામ ખેડૂતો માટે ફાર્મર આઈડીની નોંધણી ફરજિયાત રહેશે.
આંગળીના વેઢે લાભ મળશે
ખેડૂત રજિસ્ટ્રી હેઠળ નકલી નોંધણીઓ રદ કરવામાં આવશે, ખેડૂતો સરળતાથી તેમની આંગળીના ટેરવે તમામ કૃષિ અને ધિરાણ સંબંધિત લાભો મેળવી શકશે. જિલ્લા ખેતીવાડી અધિકારી બનાસકાંઠા-પાલનપુરએ એક અખબારી યાદી બહાર પાડી જણાવ્યું છે કે વધુ માહિતી માટે ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ લિંક મોબાઈલ નંબર અને 8-A નકલ, 7-12ની વિગતો સાથે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવો. વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) નો સંપર્ક કરવાનો રહેશે.
આ પણ વાંચોઃ કમોસમી વરસાદમાં પાક નિષ્ફળ જતાં સૌરાષ્ટ્રના ખેડૂતની આત્મહત્યા
આ પણ વાંચોઃ અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારનું રૂ. 1,419 કરોડનું સહાય પેકેજ, 7.5 લાખ ખેડૂતોને મળશે લાભ
આ પણ વાંચોઃ જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા કરી માંગ
