Indian Railways/ ખુદાબક્ષો સામે દંડનીય કાર્યવાહી, રૂ. 80 કરોડનો દંડ વસૂલાયો

સુરત ડિવિઝનમાં ટિકિટ વગર યાત્રા કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં 80 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઓક્ટોબરમાં 11 કરોડના દંડની વસૂલાત કરવામાં આવી છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરત ડિવિઝનમાં ટિકિટ વગર યાત્રા કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં 80 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઓક્ટોબરમાં 11 કરોડના દંડની વસૂલાત કરવામાં આવી છે.

રેલ્વે તંત્ર દ્વારા વિશેષ અભિયાન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્લીપર કોચમાં કેપેસિટી કરતાં બમણા મુસાફરો સવાર હતા. જનલર ટિકિટ સાથે રિઝર્વ કોચમાં બેઠેલા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ટિકિટ ન મળતાં ટિકિટ વગર યાત્રા કરનારા ખુદાબક્ષો પણ ઝડપાયા હતા. દિવાળીના તહેવારોમાં કન્ફર્મ ટિકિટ ન મળતાં કેટલાક મુસાફરો વેઇટિંગ ટિકિટ સાથે મળી આવ્યા હતા.

સ્લીપર કોચમાં ક્ષમતા કરતાં બમણા મુસાફરો સવાર થયા હતા. જનરલ ટિકિટ સાથે રિઝર્વ કોચમાં બેઠેલા મુસાફરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યમાં જુદા-જુદા સ્ટેશનથી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના સ્થળો પર જનારાઓની પણ ભારે ભીડ જોવા મળી હતી. ટિકિટ ન મળનારા ટિકિટ વગરના યાત્રાળુઓ પણ ઝડપાયા હતા.

સુરતમાં પરપ્રાંતીય લોકોની સંખ્યા મોટાપાયા પર છે. તેથી દિવાળીના તહેવારો આવે ત્યારે રેલ્વેમાં ટિકિટ વગર બેસનારા લોકોનું પ્રમાણ વધી જાય છે. તેઓને મુખ્યત્વે ટિકિટ મળી હોતી નથી અથવા તો તે ક્યાં તો વેઇટિંગમાં હોય છે. ઘણા પાસે ટિકિટ હોય છે પણ તે જનરલ કોચની હોય છે, પરંતુ તે સ્લીપર કોચની મુસાફરી કરે છે. તેથી ખાસ કરીને તહેવારો દરમિયાન ખુદાબક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને રેલ્વે તંત્ર પણ હવે વિશેષ તકેદારી રાખી રહ્યુ છે. હવે તે મુસાફર ટ્રેનમાં ટિકિટ લીધા વગર ચઢી જ ન શકે તેવી વ્યવસ્થા ગોઠવવા તરફ આગળ વધી રહ્યું છે. આના પગલે આગામી સમયમાં રેલ્વેમાં ખુદાબક્ષોની સંખ્યા પર નિયંત્રણ રાખી શકાશે તેમ માનવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Indian Railwaysનો જો આ નિયમ તોડ્યો તો 6 મહિનાની જેલ અને ભરવો પડશે દંડ

આ પણ વાંચો: Railway મુસાફરોને મળી શકે છે દિવાળીની ભેટ, રેલ ભાડામાં થઈ શકે છે ભારે ઘટાડો

આ પણ વાંચો: એક જ વર્ષમાં રદ્દ ટિકિટોથી Indian Railway ને ૧૩.૯૪ અબજ રૂપિયાની કમાણી થઈ