Surat News/ સુરતમાં દોડાવી દોડાવીને મારનાર 3 શખસનું દોરડાથી બાંધી સરઘસ કાઢ્યું

પોલીસે લોકોમાં ભય ફેલાવતા આવાં તત્ત્વોની સાન ઠેકાણે પાડી છે

Top Stories Gujarat Surat

Surat News : છેલ્લા કેટલાક દિવસોથી જાણે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિએ માથું ઊંચક્યું હોય એમ એક પછી એક ઘટના બનતી જઈ રહી હતી. એને લઈને લોકોમાં પણ ડર પ્રવર્તી રહ્યો હતો અને સામે પોલીસ પર આક્રોશ વધતો જઈ રહ્યો હતો. લોકો પોતાને ઘરમાં પણ સુરક્ષિત નથી મહેસૂસ કરી રહ્યા. પોલીસે લોકોમાં ભય ફેલાવતા આવાં તત્ત્વોની સાન ઠેકાણે પાડી છે. બે દિવસમાં પોલીસે ત્રણ ગંભીર ગુનામાં સંડોવાયેલાં અસામાજિક તત્ત્વોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જે વિસ્તારમાં અસામાજિક તત્ત્વો ભય ફેલાવે છે ત્યાં જ તેમનું સરઘસ કાઢી પોલીસ લોકોમાં તેમનો ડર ઓછો કરી રહી છે.

સુરત પોલીસે મોટા વરાછા વિસ્તારમાં ચાર દિવસ પહેલાં જાહેરમાં મારામારી કરનારાં ત્રણ અસામાજિક તત્ત્વોનું સરઘસ કાઢ્યું હતું. મોટા વરાછામાં ઈંડાંની લારી ચલાવતા યુવક પર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. છેલ્લા બે દિવસમાં આવા ગુંડાઓનું ત્રીજું સરઘસ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું

આ પણ વાંચો:અમદાવાદનુ રિવર ફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ,આ વર્ષે 108 લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો

આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો