Patan News : પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ધ્રાંગધ્રાના જેસડા ગામના મોતને ભેટેલા યુવાનને ન્યાય અપાવવા રજૂઆત કરવા ગયેલી મહિલાઓ સહિતનાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. આ ભાવુક દૃશ્યો જોઈએ હાજર સૌકોઈની આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા. અહીં હાજર એક મહિલાએ તો આક્રોશ સાથે ત્યાં સુધી જણાવ્યું હતું કે બધી માતાને એક-એક દીકરો છે, આજે આમના દીકરા સાથે થયું, કાલે કોઈ બીજાના દીકરા સાથે આવું થશે, તો કોણ અમને અમારો દીકરો આપશે? અમને સરકાર પાસે આ દીકરાનો ન્યાય જોઈએ, ત્યાં સુધી અમે અહીંથી ડગવાનાં નથી.
પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો જુનિયર વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતાં એનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાદમાં કોલેજ દ્વારા પોલીસ ફરિયાદ કરાતાં 15 સિનિયર વિદ્યાર્થીને કોલેજમાંથી સસ્પેન્ડ કરવાની સાથે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં મોતને ભેટેલા ધ્રાંગધ્રાના જેસડા ગામના યુવાન અનિલ મેથાણિયાને ન્યાય અપાવવા ધ્રાંગધ્રા પ્રાંત કલેક્ટરને રજૂઆત કરવા ગયેલી આજુબાજુનાં ગામોની મહિલાઓ સહિતનાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. એમાં મૃતક યુવાનનો ભાઈ પણ રજૂઆત કરતા સમયે ભાવુક બનીને ચોધાર આંસુએ રડી પડ્યો હતો.
ત્યારે મહિલાઓના રોકકળ અને આક્રંદ સાથેનાં આ ભાવુક દૃશ્યો જોઈએ હાજર સૌકોઈની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.પાટણની ધારપુર મેડિકલ કોલજમાં રેગિંગ થયું હતું, જેમાં શનિવારે (16મી નવેમ્બર) રાત્રે મેડિકલ કોલેજનો ફર્સ્ટ યરનો MBBSનો વિદ્યાર્થી અનિલ મેથાણિયા સિનિયરના રેગિંગથી બેભાન થયો હતો અને તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતાં યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ કોલેજમાં તાત્કાલિક એન્ટી-રેગિંગ કમિટીની બેઠક બોલાવાઈ હતી, જેમાં જુનિયર વિદ્યાર્થીઓનાં નિવેદન લેવામાં આવતાં રેગિંગ થયાનું સામે આવ્યું હતું. આ મામલે મેડિકલ કોલેજે 15 સિનિયર સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે BNSની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ત્યારબાદ પોલીસે 18મી નવેમ્બરે તમામ સિનિયર આરોપીઓની ધરપકડ કરી હતી. 19મી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં કોર્ટે 20મી નવેમ્બરે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતાં તમામને સુજનીપુર સબજેલમાં ખસેડાયા હતા. પરિવારજનો સહિતનાએ ન્યાયની માગ સાથે 22મી નવેમ્બરે ધ્રાંગધ્રા પ્રાંત ખાતે નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું.બે ગામનો અનિલ પહેલો સ્ટુડન્ટ હતો, જેને મેડિકલ ફિલ્ડમાં MBBSમાં એડમિશન મળ્યું હતું, એક મહિનો થયો હશે હોસ્ટેલ ગયો અને આ ઘટના બનતાં આખા ગામમાં શોકનો માહોલ છે. અનિલ હોસ્ટેલ ગયો અને એક અઠવાડિયા પછી 20 ઓક્ટોબરે તેની બહેનની સગાઈ થઈ એટલે એમાં આવ્યો હતો અને પરત હોસ્ટેલ ગયો હતો. ત્યાર બાદ દિવાળી વેકેશનમાં ચાર-પાંચ દિવસ માટે આવ્યો હતો. બહેનના મેરેજ 20 ફેબ્રુઆરીએ રાખવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: પાઘડીની ઇજ્જત રાખજો, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરે સમાજને કરી વિનંતી
આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોરને મળી ટિકિટ
આ પણ વાંચો: ગેનીબેનને કહેજો કે હવે તો હદ હોય: ભૂરાજી ઠાકોર
