Virat kohali/ કોહલીએ બ્રેડમેનને વટાવ્યા, હવે નજર ગાવસ્કરને વટાવવા પર

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને સર ડોન બેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે (24 નવેમ્બર) આ સિદ્ધિ મેળવી હતી.

Breaking News Sports

Virat Kohali: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને સર ડોન બેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે (24 નવેમ્બર) આ સિદ્ધિ મેળવી હતી.

વાસ્તવમાં કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ મામલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બેડમેનને પાછળ છોડી દીધો છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. સાથે જ તેની કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકાર્યા બાદ કોહલી આ મામલે મેથ્યુ હેડન અને શિવનારાયણ ચંદ્રપોલની બરાબરી પર આવી ગયો છે.

હાલમાં રમી રહેલા ક્રિકેટરોમાં ફક્ત જો રૂટ જ કોહલી કરતાં આગળ છે અને તેણે 35 સદી ફટકારી છે. કોહલી ભારત તરફથી સૌથી વધુ સદી ફટકારવામાં સચીન તેંડુલકર (51), રાહુલ દ્રવિડ (36), સુનીલ ગાવસ્કર (34) પછી ચોથા ક્રમે આવી ગયો છે.

કોહલીએ 81મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી 

કોહલીએ પર્થ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે સદી ફટકારવા માટે 143 બોલનો સામનો કર્યો હતો. તે 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. કોહલીએ સદી ફટકારતા જ ભારતીય દાવ 6 વિકેટે 487 રન પર ડિકલેર કરી દીધો હતો. આ રીતે ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

કોહલીની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 81મી સદી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીના મામલે કોહલી બીજા સ્થાને છે. સચિન તેંડુલકર 100 સદી સાથે ટોચ પર છે. કોહલીએ પર્થ ટેસ્ટમાં 143 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સિક્સર અને 8 ફોર ફટકારી હતી.

સક્રિય ક્રિકેટરોમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી

વિરાટ કોહલી – 81
જો રૂટ – 51.
રોહિત શર્મા – 48.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિરાટ કોહલી આરસીબીની કેપ્ટન્સી કરશે!

આ પણ વાંચો:વિરાટ કોહલી અને સરફરાઝની ફિફ્ટી સાથે ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહાર, ન્યુઝીલેન્ડ પાસે 125 રનની લીડ

આ પણ વાંચો:વિરાટ કોહલી ભારતનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ કેપ્ટનઃ ગૌતમ ગંભીર