Bhavnagar News: ભાવનગરમાં હોસ્ટેલ (Hostel)માં રહેતા ધોરણ 9ના વિદ્યાર્થી સાથે રેગિંગ (Ragging) અને અમાનવીય વર્તન થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ કરેલી અરજી બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીની સુરક્ષા અને હોસ્ટેલ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે Ragging
મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં રહેતા ધોરણ 9ના વિદ્યાર્થીને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ પ્રમાણે, વિદ્યાર્થીને માર મારવામાં આવતો અને તેની પાસે જબરદસ્તી કામ કરાવવામાં આવતું હતું. એટલું જ નહીં, તેને પરાણે સિગારેટ પીવડાવ્યાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ચાર વિદ્યાર્થીઓ સહિત કુલ બે લોકો સામે રેગિંગ (Ragging) અને ત્રાસ આપવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સતત પરેશાનીને કારણે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ (student’s mental state)કથળી હોવાનો પણ વાલી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સ્થિતિ એટલી ગંભીર બની કે વિદ્યાર્થીને ડાયપર પહેરવાની નોબત આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી સુરક્ષા અંગે ગંભીર સવાલ
વાલીની અરજી બાદ હવે પોલીસ ફરિયાદ (Police Complaint) કરવાની તજવીજ ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ આક્ષેપોની હકીકત સ્પષ્ટ થશે. જો આરોપો સાચા સાબિત થાય તો સગીર વિદ્યાર્થી સાથે થયેલા વર્તન સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
