Kheda News : ખેડામાં એકાઉન્ટન્ટ દ્વારા 80 લાખ રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. જેમાં રાઈસ મિલના એકાઉન્ટન્ટદ્વારા ઉચાપત કરવામાં આવી હતી. ઉચાપતની આ ઘટના લીંબાસી ચોકડી પર આવેલી યોગી કૃપા મિલમાં થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં 2600 કિવંન્ટલ ડાંગર અને હિસાબી ચોપડાઓમાં ગોલમાલ કરવામાં આવી હતી.
વર્ષ 2023-24નું ઓડિટ કરતા મામલો સામે આવ્યો હતો. જેમાં ખોટા બિલો બનાવીને બારોબાર નાણાંની ઉચાપત કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે એકાઉન્ટન્ટ આશિષ પટેલ અને તેના ભાઈ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજીતરફ 4 દિવસની મિલ માલિકની આજીજી બાદ અંતે FIR નોંધવામાં આવી હતી. આ અંગે મિલ માલિકે નિષ્પક્ષ અને કડક તપાસ થાય તેવી માંગણી કરી છે.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો
