Rajkot News/ રાજકોટમાં ભાજપ આગેવાનનું જબરું કારસ્તાન, સ્નાન ઘરને બનાવી દીધું સીવણ ક્લાસ

મહિલા દીઠ મહિને 700 રૂપિયાનું ઉઘરાણું શરૂ કરવામાં આવ્યુ છે. જ્યારે ડેપ્યુટી કમિશનરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સિલાઈ ક્લાસ બંધ કરવાનો પણ આદેશ આપ્યો.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં (Rajkot) એક સ્નાન ઘરને સિલાઈ ક્લાસમાં ફેરવી નાખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે, જેમાં વોર્ડ 13 ના ભાજપ (BJP) નેતા ધર્મેશ જરિયા સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સ્વામિનારાયણ ચોક પાસે મ્યુનિસિપલ મિલકત પર કબજો કરીને સિલાઈ ક્લાસ શરૂ કર્યો છે અને મહિલાઓ પણ સીવણ ક્લાસમાં આવી રહી છે. આ કામ ભાજપના નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટરોની મિલીભગતથી શરૂ થયું છે.

ધર્મેશ ઝરિયાએ જગ્યા પર સ્થાનિક કોર્પો.ની મદદ વડે કબજો જમાવ્યો છે. ખાસ વાત એ છે કે વર્ગો પણ શરૂ થયા છે, મહિલા દીઠ મહિને 700 રૂપિયાનું ઉઘરાણું શરૂ કરવામાં આવ્યુ છે. જ્યારે ડેપ્યુટી કમિશનરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સીવણ ક્લાસ બંધ કરવાનો પણ આદેશ આપ્યો. ભાજપના નેતાએ ડેપ્યુટી કમિશનરના આદેશને પણ ઘોળીને પી ગયા હતા. સ્વામિનારાયણ ચીમની પાસેની મ્યુનિસિપલ મિલકત જપ્ત કરવામાં આવી છે. રાજકોટમાં ચર્ચા છે કે સ્થાનિક ભાજપ નેતા ધર્મેશ જરિયાએ સ્થાનિક કોર્પોરેટરની મદદથી તે જગ્યા પર કબજો કર્યો છે.

માઠા પ્રસંગો દરમિયાન મહિલાઓને સ્નાન કરવા માટે બાથરૂમ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ધર્મેશ જરિયાએ ત્યાં સિલાઈ ક્લાસ શરૂ કર્યો છે. બાથરૂમની સામે દિવાલ બનાવીને બીજો ઓરડો બનાવવામાં આવ્યો છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ આ વાતની જાણ છે પણ તેઓ તેને રોકવા માટે કંઈ કરી રહ્યા નથી, આ વાત વિસ્તારના સ્થાનિક લોકોને ખબર પડી અને તેમણે કોર્પોરેશનને ફરિયાદ કરી અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી બેના મોત, લોકોમાં ચિંતા

આ પણ વાંચો:રાજકોટ-જેતપુર હાઈવે બન્યો મુસીબતોનો હાઈવે, ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ

આ પણ વાંચો:રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી વાતાવરણ