World News : ન્યુ મેક્સિકોમાં 70 વર્ષના એક વૃદ્ધને હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીનો સામનો કરવો પડ્યો. બન્યું એવું કે તે થાક દૂર કરવા અને શીધ્રપતનની સારવાર માટે હોસ્પિટલ ગયો હતો, પરંતુ ડોક્ટરોએ તેનો પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન (શીધ્રપતન)નો ઈલાજ કરી નાખ્યો હતો આ પછી તેણે હોસ્પિટલ સામે કોર્ટમાં કેસ કર્યો અને કોર્ટે પીડિત વૃદ્ધને 3500 કરોડનું વળતર ચુકવવાનો હોસ્પિટલને આદેશ આપ્યો.70 વર્ષીય વૃદ્ધે 2017માં થાક અને વજન ઘટાડવાની સારવારની આશામાં ન્યુમેલ મેડિકલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આરોપ છે કે વજન ઘટાડવાને બદલે ડોકટરોએ ઇરેક્ટાઇલ ડિસફંક્શન (પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન) માટે તેની ખોટી સારવાર કરી.
તેને દર અઠવાડિયે અનેક ઇન્જેક્શન આપવામાં આવતા હતા. 2020માં, તેણીએ તેના વકીલની મદદથી હોસ્પિટલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. પીડિતાનો આરોપ છે કે સારવાર દરમિયાન ટેસ્ટોસ્ટેરોન ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જેના કારણે તેને ગંભીર શારીરિક નુકસાન થયું હતું.જ્યુરીએ ન્યુમેલ મેડિકલ સેન્ટરને બેદરકારી અને છેતરપિંડીભર્યું જણાયું હતું. ક્લિનિક સ્ટાફ દર્દીઓને સારવાર મેળવવા માટે સમજાવે છે અને જો તેઓ આમ નહીં કરે તો તેમને ગંભીર નુકસાનનો ડર આપ્યો. વાદીના વકીલ લોરી બેન્કોએ કહ્યું કે હોસ્પિટલ એવી જગ્યા છે જ્યાં દર્દી પોતાની જાતને તેમના ભરોસે છોડી દે છે, પરંતુ આવો વિશ્વાસઘાત ખૂબ ગંભીર છે.
આ પણ વાંચો:કેનેડામાં સાત લાખ વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડી શકે
આ પણ વાંચો:કેનેડા સામે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, જસ્ટિન ટ્રુડોની મુશ્કેલીઓ વધશે, જાણો ભારત પર શું અસર થશે
આ પણ વાંચો:કેનેડામાં બાળકોના પેટ ભરવા 25 ટકા માતા-પિતાએ ભોજનમાં કાપ મૂક્યો: રિપોર્ટ
