સીરિયામાં જોરદાર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે જેમાં 98 લોકોના મોત થયા છે. સીરિયાની રાજધાની દમાસ્કસમાં સોમવારના રોજ વિદ્રોહીઓના અડ્ડાઓ પર હવાઈ હુમલો બોમ્બ ધડાકાઓ, ગોળીબારમાં ઘણું નુકશાન થયું છે.
દમાસ્કસમાં થયેલા હુમલામાં 98 લોકોની મોત થઈ છે, જેમાં 20 જેટલા બાળકો અને 15 જેટલી મહિલાઓ પણ સામેલ છે. બ્રિટેન આધારિત સિરીયન ઓબ્ઝેવેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા મુજબ પૂર્વ ઘોટા વિસ્તારની અત્યાર સુંધીની સૌથી ખતરનાક ઘાતક દિવસ હતો.

સંયુક્ત રાષ્ટ્રે સીરિયાને ચેતવણી આપી હતી કે, વિદ્રોહીઓના કબજો ધરાવતી ઘૌટા વિસ્તારમાં તરત જ બંધ કરી દેવો જોઈએ. તેમણું કહેવું છે કે આ પહેલા પણ આ વિસ્તારમાં ઘણા લોકોના મોત થઈ ચુક્યા છે. બ્રિટેન આધારિત સિરીયન ઓબ્ઝેવેટરી ફોર હ્યુમન રાઈટ્સના કહ્યું કે દમાસ્કસમાં સરકાર દ્વારા વિદ્રોહી પર હવાઈ હુમલો કરવામાં આવ્યો એ ખુબજ ભયંકર મંજર હતો.
Syrian activists, paramedics say 98 people were killed in government shelling of rebel-held Damascus suburbs on Monday. reports The Associated Press.
— ANI (@ANI) February 20, 2018
ઘૌટા વિસ્તારમાં ઘણા સમયથી વિદ્રોહીઓનો કબજો છે. જેના લીધે આ વિસ્તારમાં ઘણીવાર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે.
