Kutch News/ કચ્છ ફરી ધણધણ્યું : રાપરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાથી લોકોમાં ફફડાટ

કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

Top Stories Gujarat

Kutch News : કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1ઃ59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે.

મળતી માહિતી મુજબ, કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આચકા આવી રહ્યા છે. જેનું મુખ્યા કારણ એ છેકે, 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1ઃ59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે.

થોડા દિવસ અગાઉ 18 નવેમ્બરે પણ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ તેમજ સુવિધા માટે કેન્દ્રિય રેલવે મંત્રીને સાંસદની રજુઆત

આ પણ વાંચો: વલસાડમાં મોતીવાડમાં યુવતી પર રેપ વિથ મર્ડર, આરોપીની ધરપકડ

આ પણ વાંચો: વલસાડમાં સાયન્સ કોલેજ પાછળના પ્લોટમાંથી હાડપિંજર મળતા પોલીસ દોડતી થઈ