Ahmedabad News/ નરોડામાં પોલીસકર્મીની પત્ની-પુત્રનો અપઘાત : પુત્રને ત્રીજા માળેથી ફેંકીને પોતે પણ પડતુ મુક્યુ

. આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં? એ તપાસવાનો પ્રવાસ પોલીસ કરી રહી છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : નરોડામાં બનેલા એક દુખદ બનાવમાં માતાએ પોતાના વ્હાલસોયા દિકરા સાથે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો.  માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી કુદકો મારીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત સામે આવતા સ્થાનિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. બીજીતરફ પ્રાથમિક તપાસમાં, મૃતક મહિલાના પતિ હાલ પોલીસમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું છે. પતિ હિંમતનગરમાં ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવે છે. એક તરફ જ્યાં પરિવાર પર માતમ છવાયો છે, ત્યારે સોસાયટીના રહીશો પણ આ ઘટનાને લઈને આઘાતમાં સરી પડ્યા છે.

આ બનાવ અંગેની પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસને જાણવા મળ્યું છે કે, બાળક માનસિક બીમારી હતું, જ્યારે માતાની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. હાલ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રો પાસેથી  મળતી માહિતી પ્રમાણે, નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી આજે સવારે એક મહિલાએ તેના પુત્ર સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં વિગત એવી સામી આવી રહી છે કે, મરનાર બાળકની ઉંમર સાત વર્ષની છે અને તેનું નામ રીધમ છે.

જ્યારે તેની માતાનું નામ વિરાજબેન વાણીયા છે. આજે સવારે અચાનક સોસાયટીમાં ત્રીજા માળથી નીચે કોઈ પટકાવ્યું અને જોરદાર અવાજ આવતા લોકો ભેગા થઈ ગયા હતા ને જોતા બંને મૃતકોની લાશ નીચે પડી હતી. નીચે લોહીના ખાબોચિયા ભરાયા હતાં, જે જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આસપાસના લોકો ભેગા થતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડી વારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મરનારના પતિ હાલ હિંમતનગરના ડોગ્સ સ્ક્વોડમાં ફરજ બજાવે છે.

તેમનું નામ મિતેશ વાણીયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં? એ તપાસવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. બીજી તરફ મોબાઈલ અને કોઈ આત્મહત્યા પહેલા કોઈ ચિઠ્ઠી લખી હોય અથવા મેસેજ કર્યો હોય તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલમાં પોલીસ આ બનાવ સંદર્ભે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવગઢ બારીયામાં પરણિતાના આપઘાત મામલામાં મોટો ખુલાસો

આ પણ વાંચો:અમદાવાદ નજીકના ધોળકામાં પત્નીએ સગા ભાઈ સાથે સેક્સ માણતાં પતિએ કર્યો આપઘાત

આ પણ વાંચો:મિત્ર રૂમની રખેવાળી કરતો અને યુવકે દુષ્કર્મ આચર્યું : બદનામીના ડરથી યુવતીનો આપઘાત