પીએમ મોદીએ શુક્રવારે તેમના ઇટાલિયન સમકક્ષ મારિયો ડ્રેગી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર ચર્ચા કરી. પીએમ મોદીએ અફઘાનિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએ મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે તેમણે ઇટાલીના પીએમ મારિયો ડ્રેગી સાથે ફોન પર વાત કરી. અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસની જરૂરિયાત અંગે ચર્ચા કરી. અમે G-20 માં સહયોગ અને આબોહવા પરિવર્તન જેવા અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
Prime Minister Narendra Modi spoke on telephone with his Italian counterpart Mario Draghi. The leaders discussed the recent developments in Afghanistan and its implications for the region and the world: PMO pic.twitter.com/aXJPNrsW8q
— ANI (@ANI) August 27, 2021
આ પણ વાંચો :અમેરિકાએ આપી ચેતવણી, કબુલ એરપોર્ટ પર થઇ શકે છે વધુ એક આતંકી હુમલો
બાદમાં, પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ફોન કોલ દરમિયાન અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિ અને વિશ્વ અને ક્ષેત્ર માટે તેના અસરો પર ચર્ચા કરી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જીવલેણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ભાર મૂક્યો હતો. પીએમઓના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી ઉભી થયેલી માનવતાવાદી અને સુરક્ષા કટોકટીને ઉકેલવા માટે G-20 સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો :દેશમાં એક જ દિવસમાં 1 કરોડથી વધુને અપાઈ વેક્સિન, PM મોદી- સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વ્યક્ત કરી ખુશી
આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિને જોતા પ્રધાનમંત્રી વિશ્વના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. અગાઉ તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાત કરી હતી.
આ પણ વાંચો : પંજાબમાં કોંગ્રેસ આગામી 20 વર્ષ સુધી રાજ કરશે પરતું આ વાતનો સ્વીકાર કરવો પડે….
આ પણ વાંચો :કેબિનેટ મંત્રી નારાયણ રાણેએ શિવસેના સરકાર મામલે ફરી શું નિવેદન આપ્યું…..
આ પણ વાંચો :કવિ કુમાર વિશ્વાસ સહિત બે લોકો સામે વોરંટ જારી કરવામાં આવ્યો,જાણો ક્યાં મામલે…
