Rajasthan News: રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur)માં મોટી દુર્ઘટના બનવા પામી. જોધપુરમાં ગઈકાલે ભયાનક રોડ અકસ્માત (Accident) સર્જાયો. મોડીરાત્રે ટ્રેલર અને મીની બસ વચ્ચે ટક્કર થતા આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા. આ ભયાનાક રોડ અકસ્માતમાં મુસાફરી કરી રહેલા લોકો ઘાયલ થતા જોધપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની વધુ માહિતી સામે આવી છે તે મુજબ ભયંકર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જયારે 20 ઘાયલ થયા છે. ઘાયલ થયેલામાં 6ની સ્થિતિ વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જોધપુર (Jodhpur)માં ગત મોડી રાત્રે અગોલાઈ વિસ્તારના ભાટ કી ધાની પાસે આ અકસ્માત બનવા પામ્યો. ભયંકર અકસ્માતને પગલે મોડીરાત્રે પણ લોકોની ભીડ એકત્ર થઈ હતી. જાગૃક નાગરિક દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને જોધપુરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
મોડી રાત્રે ટ્રેલર અને મીની બસ વચ્ચે થયેલ આ અકસ્માતની ઘટના અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે, અગોલાઈ નજીક ભાટ કી ધાની ખાતે રાત્રે લગભગ 9.15 વાગ્યે આ દુર્ઘટના બનવા પામી. મીની બસના મુસાફરો પોતાના સંબંધીના લગ્નમાં હાજરી આપ્યા બાદ આશાપુરા માતાજીના દર્શન કરવા જોધપુરથી પોખરણ ગયા હતા, લગ્ન બાદ તમામ લોકો દર્શન માટે ગયા હતા. ત્યારબાદ રાત્રે પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.
ઘટનાની માહિતી મળતા જ બલસેર પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. અને આ જ સમયગાળામાં 108 એમ્બ્યુલન્સ પણ ત્યાં પંહોચી ગઈ હતી. ત્યારબાદ પોલીસકર્મીઓ, ડ્રાઇવરો અને રાહદારીઓની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃતકોની ઓળખ શિવપ્રસાદ અને રક્ષિતા તરીકે થઈ છે. આ ઘટનામાં કુલ 21 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો:ચેતવણી! 7 રાજ્યોમાં ભારે વરસાદ, 10માં શીત લહેર અને ગાઢ ધુમ્મસ; જાણો દિલ્હી-NCRમાં ક્યારે પડશે ઠંડી?
આ પણ વાંચો:શીત લહેરથી દિલ્હી-યુપીમાં ઠંડી વધી, કાશ્મીરમાં દાલ સરોવર થીજવા લાગ્યું; તમિલનાડુમાં વરસાદની શક્યતા
