Gujarat News/ ‘મેન્ટર પ્રોજેક્ટ’ અંતર્ગત હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬૫૦૦ રીઢા આરોપીઓનું દરરોજ સર્વેલન્સ કરાશે

Gujarat News : રાજ્યના રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં બે કે તેથી વધુ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા આરોપીઓ અને 1 કે તેથી વધુ નાર્કોટીકસના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેકટમાં સમાવેશ કરાયો છે.

Gujarat Gandhinagar Breaking News

Gujarat News : ‘મેન્ટર પ્રોજેકટ’ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સને દરેક જીલ્લાઓમાં અસરકારક તાલીમ અપાઇ છે. આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે સતત વોચ રાખવી અને આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્નો કરવાની મેન્ટરની મુખ્ય જવાબદારી રહેતી હોય છે.

મેન્ટર તરીકે નિમણૂક પામેલા પોલીસ કર્મચારીની ત્રણ મુખ્ય જવાબદારી છે. (૧) મેન્ટરને સોંપવામાં આવેલો આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે માટે જરૂરી સર્વેલન્સ રાખવું અને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત ટેકનોલોજીના ઉપયોગથી એમનું લોકેશન કયાં છે તે જાણી લેવું. (૨) આરોપીઓનું સંપૂર્ણ ડોઝીયર તૈયાર કરવું. (૩) આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તે બાબતે પ્રયત્નો કરવા.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય(Vikas Sahay) દ્વારા સમગ્ર ગુજરાતમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ જેવા મિલકત વિરૂદ્ધના ગુનાઓ તથા નાર્કોટિક્સ NDPS એક્ટના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા માટે ‘મેન્ટર પ્રોજેક્ટ’  શરૂ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં ચાલુ વર્ષે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં રાજ્યમાં અંદાજે ૨૨ ટકાનો ઘટાડો થયો છે.

સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટનો વ્યાપ વધારીને હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬૫૦૦ રીઢા આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ સૂચના આપી છે. તા. ૨૮/૧૧/૨૦૨૪ થી તા. ૦૫/૧૨/૨૦૨૪ દરમિયાન આ ‘મેન્ટર પ્રોજેકટ’ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સ માટે દરેક જિલ્લાઓમાં તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પોલીસ ભવન ખાતેથી તૈયાર કરવામાં આવેલા એક પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજ્યના તમામ મેન્ટર્સને આ તાલીમ શિબીરમાં માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.

જેથી આ ‘મેન્ટર પ્રોજેકટ’ને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવી શકાય. ‘મેન્ટર પ્રોજેક્ટ’ ના અસરકારક અમલીકરણ થકી ભવિષ્યમાં ગુજરાત પોલીસને મિલકત વિરૂધ્ધના ગુનાઓ તથા નાર્કોટીકસના ગુનાઓ અટકાવવા માટે વધુ સફળતા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સ યોજાઇ

આ પણ વાંચો: ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય સાથે ચંદ્રયાન-3નું ઐતિહાસિક સફળ લેન્ડિંગ નિહાળ્યું

આ પણ વાંચો: પોલીસ અધિકારી વિડીયો શેર કરતા પહેલા ચેતી જાય, DGP વિકાસ સહાયની રાજ્યના પોલીસકર્મીઓને ચેતવણી, સોશિયલ મીડિયા પર મુકાતી રિલ્સ અંગે પરિપત્ર બહાર પાડ્યો, ગુજરાત